વિનય શાહ – દાહોદ, તા.13/02/2023
દાહોદ શહેરમા દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાહેર રસ્તાઓ ઉપર બાખડતા આખલાઓ છેલ્લા બે ત્રણ દિવસથી આતંક મચાવી રહ્યા છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાન બન્યા છે. બે દિવસ અગાઉ દાહોદના ગોધરા રોડ ખાતે રાત્રી દરમિયાન ફરવા નીકળેલા યુવકને આખલાએ પાછળથી મારતા તે ફંગોળાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારે ગતરોજ સાંજના સમયે મુસાફરોથી ભરચક એવા દાહોદના બસ સ્ટેશન ખાતે બે આખલાઓનુ જાહેરમા યુદ્ધ જામતા બસ સ્ટેશન ઉપર લોકોની નાસ ભાગ મચી જવા પામી હતી.
ત્યારે સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લે અને દાહોદના શહેરીજનોને આખલાઓના તેમજ રખડતા પશુધનોના ત્રાસથી મુક્ત કરાવે તેવી લોક માંગ ઊઠવા પામી છે.