ગરબાડા તાલુકા ભાજપાના મંડળ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીના 8 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ, પ્રમુખ પદે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા છે. મોવડી મંડળ દ્વારા ફરીવાર પ્રજિતસિંહ અજીતસિંહ રાઠોડ ઉપર વિશ્વાસ મૂકીને તેઓની ઉપર પાર્ટી પ્રમુખનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે ગરબાડા તાલુકા ભાજપાના કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
નિખાલશ અને મળવતાડા સ્વભાવના પ્રજીતસિંહનાં કાર્યકાળની વાત કરીએ તો તેઓ 2022 વિધાનસભાના ચૂંટણીમાં સંયોજક તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને ભાજપનાં ધારાસભ્યને કમલમ ખાતે મોકલ્યા હતા.
પ્રજીતસિંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ગુજકોમાસલમાં દાહોદ જિલ્લાના ડિરેક્ટર, પંચમહાલ બેંકમાં દાહોદ જિલ્લાના ડિરેક્ટર અને ગરબાડા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તેમજ માધ્યમિક કેળવણી મંડળ ગરબાડાના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે.