ગુજરાતના નાગરિકો હવે સીધી મુખ્યમંત્રીને ફરીયાદ કરી શકશે, આ માટે WhatsApp નંબર 7030930344 જાહેર કરાયો

0
702

Editorial Desk – Dt.19/01/2023

  • નાગરિકો CM ને 7030930344 સીધા વોટ્સએપ નંબર પર સૂચન – રજૂઆતો કરી શકશે.
  • સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ થકી પણ જનતા પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે, દર મહિનાના છેલ્લા ગુરૂવારે યોજાય છે કાર્યક્રમ.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં જન સુવિધા માટે ટેકનોલોજી આધારિત પહેલના ભાગરૂપે ઈ-મોડ્યુલ્સ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમા હવે નાગરિકો પોતાના સૂચનો મુખ્યમંત્રીને વોટ્સએપ બોટ દ્વારા 7030930344 નંબર ઉપર મોકલી શકશે. તે સાથે જ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવતા મુલાકાતિઓની રજૂઆત કે ફરિયાદના સમાધાન માટે વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ પણ ઉભી કરવામાં છે અને તેનો ફોલોઅપ પણ લેવાશે.

સાથે સાથે રાજ્યની આઠ મહાનગરપાલિકાના શહેરીજનોની ઓનલાઈન – ઓફલાઈન ફરિયાદોના રીયલ ટાઈમ મોનિટરિંગ માટે મહાનગરપાલિકાઓની વેબસાઈટ્સને પણ CM ડેસબોર્ડ સાથે જોડી દેવામાં આવી છે, જેથી તેનો ક્યારે ઉકેલ લવાય તેની ઉપર પણ નજર રહી શકે.

નવી ભાજપ સરકારે કામકાજ શરૂ કરવા સાથે ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ માટે વધુ એક પહેલ ટેકનોલોજી અને ઈ-મોડ્યુલ્સના આધારે શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ મોડ્યુલ્સ, વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનિટરિંગ સિસ્ટમ, અને CMO વોટ્સએપ બોટ મોડ્યુલ નો સુશાસન દિવસ નિમિત્તે આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાની રજૂઆત અને ફરિયાદ લઈને આવતા સામાન્ય નાગરિકોની સુવિધા માટે વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરે છે.

ગુજરાતના શહેરી નાગરિકોને ઈઝ ઓફ લિવિંગ ની સાથે ગુડ ગવર્નન્સ આપવાના ધ્યેય સાથે ફરિયાદ અને રજૂઆતની સરળતા અને તેનો ઉકેલ આવે છે કે નહીં તેની ઉપર પણ CMO માથી ધ્યાન રાખવામાં આવશે.

CMO વોટ્સએપ બોટથી સીએમ સાથે મુલાકાતનાં સમય સહીતની અનેક માહિતી અપાશે:

પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા રાજ્ય સરકારના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને CMO વોટ્સએપ બોટ દ્વારા વધુ જન ઉપયોગી બનાવાયો છે. જેમાં નાગરિકો સ્માર્ટફોનથી માર્ગદર્શન, મુખ્યમંત્રી સાથે મુલાકાત નો સમય, મુખ્યમંત્રી રાહત નિધિનો લાભ મેળવવા સહિતની માહિતી મેળવી શકશે. તે ઉપરાંત ‘રાઇટ ટુ સીએમઓ’ ફીચર નો ઉપયોગ કરીને નાગરિકો પોતાના સૂચનો રજૂઆતો મુખ્યમંત્રી ને સીધી જ મોકલી શકશે, આ માટે WhatsApp નંબર. 70309 30344 પણ જાહેર કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here