દાહોદમા IPL ની મેચ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપાયો, નગર સેવાસદનના કોર્પોરેટર સહિત પાંચ લોકો ઝડપાયા

0
349

દાહોદ દર્પણ ટોકિઝ રોડ ઉપર ખાનગી ફાઇનાન્સની ઓફીસમાંથી IPL ની મેચ ઉપર રમાતો લાખો રૂપિયા સટ્ટો પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરી દાહોદ નગર સેવા સદનના કોર્પોરેટર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.

દાહોદ બી ડિવિઝન પોલીસે રેડ પાડી દર્પણ ટોકીઝ રોડ સ્થિત એક ખાનગી ફાઇનાન્સની ઓફિસમાથી IPL ની મેચ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપી પાડયો છે. સાથે સાથે પોલીસે ત્રણ લાખની રોકડ, 19 મોબાઈલ, 2 લેપટોપ, તથા બે બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે.

રેડ દરમિયાન દાહોદ નગર સેવા સદનના કોર્પોરેટર ઇસ્તિયાક અલી સોકત અલી સૈયદ સહિત અન્ય 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે તમામને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here