દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી સમાજના કુરિવાજોને સુધારવા માટે સંજેલી માર્કેટ યાર્ડમા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

0
33

સંજેલી માર્કેટ યાર્ડમા ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલી દ્વારા સમાજ સુધારા માટે મીટીંગ કરવામાં આવી હતી  જેમાં સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલીના સરપંચ મનાભાઈ ચારેલ અને માજી સરપંચ  કિરણભાઈ રાવત, ડે.સરપંચ દિનેશભાઇ ચારેલ. સબુરભાઈ તાવીયાડ અને ફતેપુરાથી આગેવાન સરદારભાઈ મછાર તેમજ ગામના અન્ય આગેવાનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને ગ્રામજનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લો આદીવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. સંજેલી તાલુકાના વિસ્તારમા કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને દેખા દેખીમાં મોજ શોખ કરવાથી દેવુ વધી રહ્યુ છે એટલે આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ મિટિંગો થઈ રહી છે. જેને લઇને સંજેલી ખાતે આદિવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહી બધાની વચ્ચે ૭ જેટલા ઠરાવો કરવામા આવ્યા હતા.

  • સંજેલીમાં ડીજે પ્રથા સદંતર બંધ રાખવુ અને સાદુ વાજીંત્ર વગાડવું.
  • સંજેલી ગામે દીકરી દીકરાના લગ્ન માં દહેજ પેટે રોકડ રકમ તેમજ દાગીના 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનું અને રોકડ રકમ રૂ.1,51000/- લેવડ દેવડ કરવાનું નક્કી કરેલ છે
  • લગ્ન પ્રસંગમા થતા અન્ય ખર્ચ માટે સમાજના બેઠકના રૂ.3000/- લેવાના નક્કી કરેલ છે
  • લગ્નમાં ભાંગજેડ કરનારના રૂ.3000/- કન્યા પક્ષના અને રૂ.2500/- વર પક્ષના કુલ  રૂ.5500/- ભાંગજેડ ના.
  • લગ્ન પ્રસંગમા સાદુ ભોજન દાળ, ભાત અને અને એક મીઠી વાનગી બનાવવી
  • લગ્નમાં દીકરીના કન્યાદાનમાં રસોડા પુરતું સામાન આપવુ બાકી રોકડ રકમ આપી શકાશે.
  • દીકરો દીકરી એકજ સમાજમાં ગામમા ને ગામમા ભાગી જાય તો રૂ.51000/- દંડ ફટકારવામા આવશે.

જેવા ઠરાવો કરવામા આવ્યા અને પોકાર પાડીને ગ્રામજનોને સમજાવ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here