દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા યોગેશ નિર્ગુડે.

0
576

  • બદલી પામનારા ડો.હર્ષિત ગોસાવીએ યોગેશ નિર્ગુડેને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા.

IAS અધિકારી યોગેશ નિર્ગુડે એ આજે દાહોદ કલેકટર તરીકેનો પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા ડો.હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને દાહોદ કલેકટર તરીકેનો ચાર્જ સોંપ્યો હતો.

યોગેશ નિર્ગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, ભાવનગર ખાતે રીજીનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેકટર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. છેલ્લે તેમણે, ગૃહ વિભાગમાં સેવાઓ આપી પોતાની ફરજ નિભાવી પોતાના આટલા કાર્યકાળની સેવા દરમ્યાન તેઓની હવે દાહોદ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતાં તેઓએ આજે દાહોદ જિલ્લાનો ચાર્જ હાથમાં લીધો છે.

નવા કલેકટરના આગમન સાથે પૂર્વ કલેકટર ડો.હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, ASP કે.સિદ્ધાર્થ, ASP બીશાખા જૈન, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here