zydus cadila, cadila healthcare, Government hospitals, Primary health centre, dahod, Zydus Medical college

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં પૂરતી અધતન સુવિધાઓ ઉપલબ્ધ

તમામ પ્રકારના દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવે છે

દાહોદ: ગુરૂવારઃ  ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આરોગ્ય નીતિ-૨૦૧૬ અન્વયે સરકારી હોસ્પિટલો ખાતે નવી સ્વ-નિર્ભર મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટેની પ્રોત્સાહક યોજના અમલમાં મુકેલ છે. જે અન્વયે રાજય કક્ષાની સમિતિની ભલામણથી પસંદગી પામેલ ઝાયડસ કેડીલા લી. અમદાવાદને રાજય સરકારની જિલ્લા કક્ષાની હોસ્પિટલ દાહોદ ખાતે મેડીકલ કોલેજ શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. જિલ્લામાં હાલમાં સિવિલ હોસ્પિટલ દાહોદ ખાતે ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ તા.૨૩.૧૧.૨૦૧૭ થી કાર્યરત થયેલ છે.

ગરીબ આદિવાસી પરિવારના દર્દીઓને આ હોસ્પિટલનો લાભ લેવા અપીલ

ઝાયડસ હોસ્પિટલ કાર્યરત થઈ ત્યાર બાદના સમયગાળામાં ઝાયડસ હોસ્પિટલ દર્દીની સંખ્યા તેમજ સ્પેશ્યલ કેસોની સંખ્યા પણ હાલના રિપોર્ટ પ્રમાણે વધારો થયેલ છે. ઝાયડસ હોસ્પિટલ કાર્યરત થયા અગાઉ ૧૫૬ પથારીની હોસ્પિટલ હતી. જેમાં ક્રિટીકલ એરિયામાં વેન્ટીલેટર, મોનીટર, ઇન્ફયુઝન પંપ, સિરીજ પંપ, સેન્ટ્રલ ઓક્સીજન, સેન્ટ્રલ સંકસન, ક્મ્પ્રેસ્ડ એર, ડિફિબ્રિલેટર જેવી અધતન સુવિધાઓ પથારી દીઠ હતી નહી. જેથી મોટાભાગના સીરીયસ દર્દીઓને હાયર સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જે આ સુવિધા મળતા ઉપરોક્ત તમામ પ્રકારના દર્દીઓની સારવાર આજ હોસ્પિટલમાં પ્રાપ્ત થાય છે. તમામ લોકોને સરકારી હોસ્પિટલ ખાનગી સંસ્થાને સરકાર દ્વારા વેચી દેવામાં આવી છે. જિલ્લાના ગરીબ દર્દીઓને અન્યાય થઈ રહ્યો છે. તેવી અફવાઓ તરફ ધ્યાન ન આપવા નમ્ર અપીલ છે. દાહોદ જનરલ હોસ્પિટલનો ટ્રાન્સફર રેટ અને ટ્રાન્સફર દરમિયાન થયેલ મૃત્યુદર સૌથી વધુ હતો. જે ઝાયડસ હોસ્પિટલ કાર્યરત થયા બાદ ૩૬૩ પથારીની સુવિધાઓ સાથે ઉપરોક્ત દર્શાવેલ તમામ સાધન સામગ્રી અધતન સુવિધાઓ પથારી દીઠ તથા અધતન સાધન સામગ્રીને ચલાવવા માટેના ટ્રેઈન સ્ટાફ મુકાયા પછી સીરીયસ દર્દીઓને લેવાના શરૂ કરેલ છે.  જે ગંભીર કિસ્સામાં અગાઉ દર્દીઓને વડોદરા કે અમદાવાદ રીફર કરવામાં આવતા હતા. જેમાં અમુક કિસ્સામાં રસ્તા કે ત્યાં હોસ્પિટલમાં તેમના વિલંબથી સારવાર થવાના કારણે તે કિસ્સાઓ બનતા. અત્યારે ઝાયડસમાં મૃત્યુના  કિસ્સા ઘટ્યા છે. ઓક્ટોમ્બર-૨૦૧૭ના રીપોટ પ્રમાણે મૃત્યુદર ૨.૨૩(૫૧ દર્દીઓનું મૃત્યુ) હતો જે ફેબ્રુઆરી-૨૦૧૮ માં ઘટીને મૃત્યુદર ૧.૯૪ (૪૫ દર્દીઓનું મૃત્યુ) થયેલ છે. પહેલા જે સારવાર હેતુ વડોદરા કે અમદાવાદ જવુ પડતુ તે સારવાર ઘરઆંગણે મળી રહે તેવા શુભ આશય સિધ્ધ થઈ રહ્યો છે. સિવિલ તથા ઝાયડસ હોસ્પિટલ PPP મોડલ એટલે કે “પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ”છે સિવિલ હોસ્પિટલ ને વેચવામાં કે બીજા ખાનગી હાથમાં સોપી દેવામાં આવેલ નથી. ફક્ત મેનેજમેન્ટ ઝાયડસને આપવમાં આવેલ છે. તથા હોસ્પિટલને લગતા તમામ ફરિયાદ નિવારણ અને બીજા ન્યાયિક બાબતો બનેલી સમિતિ જ સંભાળશે. એમ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.       

૦૦૦૦૦૦૦૦૦

Leave a Reply