દાહોદ LCB પોલીસે દેશી માઉઝર પિસ્ટલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા

0
270

Editorial Desk, તારીખ.17/01/2023

દાહોદ LCB પોલીસે મળેલ બાતમીના આધારે દેશી માઉઝર પિસ્ટલ સાથે બે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ ની સૂચના મુજબ, LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.ઝાલા LCB ની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના બલૈયા ચોકડી પર વોચ ગોઠવી હતી, તે દરમ્યાન બે ઈસમો GJ.35.K.4387 નંબરની બાઈક પર આવતા પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ મળી આવી હતી. જેથી પોલીસે ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામના રાજુભાઈ શંકરભાઈ ભાભોર તથા સંતરામપુર તાલુકાના ખોડધરા ગામના મહેશભાઈ રાયસીંગભાઈ તાવીયાડ પાસેથી રૂ.15000/- ની કિંમતની માઉઝર પિસ્ટલ તથા રૂ.25000/- ની કિંમતની મોટર સાયકલ મળી કુલ રૂ.40000/- નો મુદ્દામાલ કબ્જે કરી સુખસર પોલીસ સ્ટેશનમા આ બંને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here