તમારા ફેસબુક એકાઉન્ટને  હેક થતા રોકો

હેકર્સ ફેસબુક એકાઉન્ટ પાસવર્ડ હેક કરવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આવો જાણીએ કે હેકરો કઈ કઈ રીતે ફેસબુક એકાઉન્ટને હેક કરી શકે છે અને તમે આ હેક્સથી પોતાને કેવી રીતે બચાવી શકો છો.

ફિશીંગ – એ ફેસબુક એકાઉન્ટને હેક કરવાની  સૌથી પ્રચલિત પદ્ધતિ છે. ફિશિંગમાં, હેકર નકલી લૉગિન પેજ  બનાવે છે અથવા ફેસબુકના લૉગિન પેજ જેવુંજ બીજું પેજ બનાવે છે જે વાસ્તવિક ફેસબુક પેજની જેમ જ દેખાય છે. એટલે જયારે પણ કોઈ હેકર્સ દ્વારા બનાવેલ ફેસબુક પેજ માં લોગીન કરે એટલે વપરાશકર્તાનું નામ અને પાસવર્ડને હેકરના કમ્પ્યુટરમાં સંગ્રહ થઇ છે.

ફેસબુક હેક થી કેવી રીતે સુરક્ષિત રહેવું?

ક્યારે પણ તમારાં ફેસબુક એકાઉન્ટને બીજા કમ્પ્યુટર પર ઉપયોગ ન કરો.

તમને તમારા ફેસબુક એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે આગ્રહ કરતા ઇમેઇલ્સ ટાળવા કે જે તમને તમારા જ કોમ્પ્યુટર માં તમારા ફેસબુક એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે પૂછશે.

મેસેજ બોક્સ અથવા એસએમએસ દ્વારા તમારા મિત્ર દ્વારા મળેલ કોઈપણ સ્પામ લિંક્સ ક્યારેય ખોલશો નહીં.

બને ત્યાં સુધી Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરો, કેમકે Chrome બ્રાઉઝર ફિશિંગ પેજ ને ઓળખી લે છે.

તમારા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસનો ઉપયોગ કરો.

ફેસબુક માં લોગીન કરતા પહેલા ખાતરી કરો કે તમે facebook.com પર જ છો. અથવા જો મોબાઈલ હોય તો ફેસબુક ની ઓફિશ્યિલ એપ નો જ ઉપયોગ કરવો.

Key logging એ ફેસબુક એકાઉન્ટના પાસવર્ડને હેક કરવાનો સૌથી સહેલી રીત છે. કીલોગર એ એક નાનકડું સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે જે ભોગ બનનાર કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલું હોય છે અને આ પ્રોગ્રામ કોમ્પ્યુટર ની દરેક એકટીવીટી રેકોર્ડ કરે છે.

તમારા કમ્પ્યુટરમાં સારા એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરો. ક્યારેય બીજા કમ્પ્યુટર પર તમારા ફેસબુક એકાઉન્ટ ના ખોલશો.  વેબસાઇટ્સથી કોઈ પણ મફત સૉફ્ટવેર ડાઉનલોડ કરતા પહેલા તેની વિશ્વસનીયતાણી ખાતરી કરો. અવિશ્વસનીય સ્ત્રોતોમાંથી કોઈ પણ સૉફ્ટવેરને ડાઉનલોડ કરતા પહેલા હંમેશા વાયરસ માટે સ્કેન કરો. pen drive નો ઉપયોગ કરતા પહેલા વાયરસ માટે સ્કેન કરો.

તમે જ્યારે પણ બ્રાઉઝરમાં નવું એકાઉન્ટ લોગ ઇન કરો છો ત્યારે બ્રાઉઝર તમને કમ્પ્યુટરમાં પાસવર્ડને સેવ કરવા માટે પૂછે છે. આ રીતે પણ હેકર્સ તમારા ફેસબુક એકાઉન્ટને તમારા જ બ્રાઉઝરમાં તમારા પાસવર્ડને જોઈ શકે છે.

તમારા લોગિન પાસવર્ડને તમારા વેબ બ્રાઉઝરમાં ક્યારેય સેવ કરશો નહીં. તમારા ક્રોમ બ્રાઉઝરને પાસવર્ડ દ્વારા સુરક્ષિત કરો. હંમેશા તમારા કમ્પ્યુટરમાં મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.

મોટા ભાગે, આપણે મોબાઇલ ફોન પરથી આપણો ફેસબુક પાસવર્ડ રીસેટ કરીએ છીએ. પણ જો કોઈ વ્યક્તિ તમારા ફોનમાં મોનિટર એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરે તો. જો મોનિટર એપ્લિકેશન્સ હોય, તો હેકરો તમારા તમામ એસએમએસને જોઈ અને વાંચી શકે છે અને તે ફક્ત થોડીક ક્ષણોમાં જ તમારા ફેસબુક પાસવર્ડને રીસેટ કરી શકે છે.

હંમેશા તમારા મોબાઇલ ફોનમાં સારા એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરો. તમારા ફોનમાં અજ્ઞાત એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરશો નહીં. હંમેશા શંકાસ્પદ એપ્લિકેશન્સ માટે તમારા ફોનને સ્કેન કરો અને જો હોય તો તેને તરત જ મોબાઈલ માંથી રિમૂવ કરો.

સોસીઅલ એન્જીનિયરિંગ – આ હેકર દ્વારા કરવામાં આવતો સરળ હુમલો  છે, સોસીઅલ એન્જીનિયરિંગ દ્વારા  હેકર વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી તમારી  માહિતી એકત્રિત કરી શકે છે. જેમકે વ્યક્તિનો જન્મદિવસની તારીખ, મોબાઇલ નંબર, સ્કૂલનું નામ, ગર્લફ્રેન્ડનું નામ અને બાઇક નંબર વગેરે માહિતી મેળવી શકે છે અને સારા હેકર સરળતાથી તમારો પાસવર્ડ ધારી શકે છે અને તમારા ફેસબુક એકાઉન્ટને હેક કરી શકે છે.

ઘણાં લોકો જુદા જુદા વેબસાઇટ્સમાં એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, મારી સલાહ છે કે દરેક વેબસાઇટ્સ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ ક્યારેય ન કરો. તમારા ફેસબુક એકાઉન્ટમાં કોઈપણ સાદા પાસવર્ડનો ઉપયોગ ક્યારેય કરશો નહીં. કોઈપણ કાગળમાં તમે ક્યારેય ફેસબુક એકાઉન્ટનો પાસસ્વર્ડ લખવો નહીં. અને હંમેશા  મજબૂત પાસવર્ડ બનાવો.

મોટાભાગે હેકર સૌથી પહેલા તમારા ઇમેઇલ એકાઉન્ટ હેક્ કરી પાસવર્ડ રીસેટ થી તમારા ફેસબુક એકાઉન્ટ હેક કરે છે.  માટે તમારા Gmail એકાઉન્ટને તમારા મોબાઇલ OTP વગર કોઈ ઍક્સેસ ન કરી શકે તે માટે ૨ સ્ટેપ વેરિફિકેશન એકટીવેટ કરો.તમારા ઇમેઇલમાં મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.

આજકાલ, તમે તમારા ફેસબુક એકાઉન્ટમાંથી કોઈપણ વેબસાઇટ પર સાઇન અપ કરી શકો છો અને તમારો આઈડી બનાવી શકો છો. ઘણી વેબસાઇટ્સ નકલી લૉગિન પેજ બનાવશે અને તમને તમારા ફેસબુક વપરાશકર્તાનામ અને પાસવર્ડ દાખલ કરવા માટે પૂછશે. માટે તમારા વેબ બ્રાઉઝરમાં તમારો ફેસબુક પાસવર્ડ ક્યારેય સેવ કરશો નહીં. ફેસબુક એકાઉન્ટથી સાઇનઅપ ટાળો, હંમેશા વિશ્વસનીય વેબસાઇટ્સનો ઉપયોગ કરો. સ્પાયવેર અને મફત સૉફ્ટવેરથી દૂર રહો. અવિશ્વસનીય વેબસાઇટ્સ પર ક્યારેય મફત રમતો રમશો નહીં

અંતમાં ખાસ : ઘણા લોકો કમ્પ્યૂટરમાંથી ફેસબુક આઈડી પારથી લોગઆઉટ કરતા નથી. જ્યારે તમે તમારું કમ્પ્યુટર છોડો છો ત્યારે કોઈ પણ તમારા ફેસબુક એકાઉન્ટને ઍક્સેસ કરી શકે છે. આ સલાહ હંમેશા યાદ રાખો કે  કમ્પ્યુટર છોડતા પહેલા ફેસબુક એકાઉન્ટ હંમેશા લૉગઆઉટ છે કે નહિ તેની ખાતરી કરી લેવી.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *