વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

0
439

ગરબાડા તા.૦૯/૦૮/૨૦૨૩

વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના રોજ આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના કુલ 32 ગામોમાં ગામ દીઠ 100 આંબા અને વ્યક્તિદીઠ એક આંબાની કલમ તેમાં પણ દિવ્યાંગ વ્યક્તિ અને વિધવા મહિલાઓને પ્રાથમિકતા આપી વલસાડથી કેસર કેરીના આંબાની કલમ લાવી તેનું વિતરણ તદ્દન ફ્રી એટલે કે નિશુલ્ક કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ જિલ્લા અલગ અલગ નવા નવા ગામોમાં / વિસ્તારમાં કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ ગરબાડા, દાહોદ અને ધાનપુર જ્યાં વિસ્તારોમાં ગ્રીનરી થાય લોકો ઘર આંગણે કેસર કેરી ખાતા થાય અને ભવિષ્યમાં જો આબોહવા માફક આવે તો આંબાવાડી કરી લોકો રોજગારી તરફ આગળ વધે અને એક ગ્રીન ક્રાંતિની શરૂઆત થાય બસ એ જ એક પ્રયાસ અનુલક્ષીને કાર્યક્રમ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત અને અમુક મધ્યપ્રદેશના પટેલિયા સમાજના સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ, પ્રાઇવેટ નોકરી કરતા વ્યક્તિઓ, રિટાયરમેન્ટ તેમજ બિઝનેસ રોજગાર કરતા વ્યક્તિઓ દ્વારા આદિજાતિ પટેલીયા સમાજ ટ્રસ્ટ જેનો રજીસ્ટ્રેશન નંબર છે A-3333 તેમાં રજીસ્ટર થયેલા એકાઉન્ટ નંબરમાં ઓનલાઇન પેમેન્ટથી પૈસા નું સ્વેચ્છિક દાન લેવામાં આવે છે. કાર્યક્રમને અનુલક્ષીને સમાજના સભ્યો યથાશક્તિ દાન આપે છે. અને તમામના સહકારથી આ એક ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે.

અગાઉ પણ વિશ્વ આદિવાસી દિવસ માટે વડોદરામાં તમામ સમાજ એક થાય તેના માટે એક બાઈક રેલી કરી વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ, આરોગ્ય વગેરે અને પ્રકૃતિના જતનનો મેસેજ આપ્યો છે. વડોદરા જેવા શહેરમાં ટ્રી પ્લાન્ટેશન, બ્લડ ડોનેશન કેમ્પ, પૂરગ્રસ્ત સ્થિતિમાં મેડિકલ કેમ્પ અને રાહત સામગ્રી સહાય સાથે સાથે કોરોના સમયમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલ હતી તેમાં દર્દીઓને ગરમીમાં રાહત થાય તે માટે 50 ટેબલ ફેનનુ પણ દાન આપેલ છે. અને એ સમયે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજમાં પણ 15 પંખાનું દાન આપેલ છે. સાથે સાથે અન્ય દાતાશ્રીના સહકારથી ગરબાડા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન કન્સન્ટ્રેશન મશીન તેમજ નાની મોટી સહાય કરેલ છે.

આ સંસ્થાએ નોકરી માટેની તૈયારી કરતા દાહોદના વિદ્યાર્થીઓ માટે જીપીએસસીની મોક એકઝામનું પણ આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડેલ છે. દાહોદ, ગરબાડા, ઝાલોદ, લીમખેડા કે વડોદરાની આસપાસથી આવતા દર્દીઓને જ્યાં પણ બ્લડની જરૂર પડે તો જે પ્રમાણે વ્યવસ્થા થાય એ પ્રમાણે મદદરૂપ થવું આ તમામ કામગીરી કરવામાં આવે છે. ઉપરોક્ત સંસ્થા તમામ કાર્ય લોકફાળા અને લોક ભાગીદારીથી કરતી સંસ્થા છે, અને દરેક સમાજ માટે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય અને પ્રકૃતિનું રક્ષણ અને પ્રકૃતિનું જતન કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here