ગરબાડા, તા.11/04/2025.
ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાનજી જયંતી ઉજવવામાં આવે છે, અને શ્રી હનુમાનજી જયંતીના પવન અવસર નિમિતે શ્રી હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તારીખ 12 એપ્રિલ શનિવાર, ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાન જયંતીના ઉપલક્ષમાં ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે સાડા પાંચ કલાકે શ્રી હનુમાન ચાલીસાના પાઠ, સાંજે સાડા છ કલાકે મહા આરતી, અને ત્યારબાદ મહા પ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું છે.