સંજેલીમાં દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ ફટકારતા ચકચાર

0
53

  • અગાઉ ૭૦૦ ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પડાયા બાદ પુનઃ દબાણોનો રાફડો ફાટયો.
  • દબાણો ૩૦ દીવસમાં દૂર કરવાની કાર્યવાહીમાં નિષ્ફળ જશો તો હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરાશે.

સંજેલી ગ્રામ પંચાયતમાં વધતી જતી ગંદકી અને દબાણોના કારણે ભારે હાલાકીને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ ૩૦ દીવસમાં દબાણો દુર કરવા અને સ્વછતા જાળવી રાખવા તેમજ કચરા વ્યવસ્થાપન માટે યોગ્ય જગ્યાની પસંદગી કરી નિયમ અનુસાર જરૂરી જગ્યા નિમ કરવા માટેની દરખાસ્ત સમક્ષ કક્ષાએ દિન ૧૫ માં મોકલી આપવા માટેની ગ્રામ પંચાયત સરપંચને નોટિસ ફટકારવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની કલમ મુજબ સતા પરથી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારના પાચ વર્ષ અગાઉ ટીડીઓ, મામલદાર અને પ્રાંત તેમજ પોલિસ કાફલા સાથે ગ્રામ પંચાયત ઓફિસ પંચાયતની બનાવેલી પાક્કી દુકાનો સહિતના ૭૦૦ ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પાડી દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી પંચાયતની રહેમ નજર હેઠળ મુખ્ય માર્ગો પર પંચાયતની તેમજ સિટી સર્વે અને ગૌચરના જમીન ઉપર મોટા પાયે દબાણ થતા ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સ્વછતા પાણી, સ્ટ્રીટ લાઈટ અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા તેમજ નગર દબાણો દુર કરવા માટે છેલ્લા ઘણા સમયથી યોજાતી ગ્રામ સભા તાલુકા, જીલ્લા તેમજ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. જેને ધ્યાને લઇને સંજેલી તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોરે જાહેર સ્વછતાની જાળવણી અને દબાણો દુર કરવા માટેની સતા ગુજરાત પંચાયત અધિનિયમ જોગવાઈઓ અનુસાર પંચાયતને કાયદાથી સોપવામાં આવેલી છે. કામગીરીની જવાબદારી પંચાયતના વડા તરીકેની સરપંચની છે. આ બાબતે દબાણો દૂર કરી અને સ્વચ્છતા રાખવા માટે પંચાયતને વારંવાર જાણ કરવા છતા પણ દબાણો દુર કરવા કે સ્વછતા રાખવા માટે પરિણામ લક્ષી કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાનું જણાતા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ મનાભાઈ ચારેલને ૧૫ દીવસમા કચરાના વ્યવસ્થાપન માટે જગ્યાની પસંદગી કરી નિયમોનુસાર નિમ કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવા, જાહેર રસ્તા ઉપર નિયમિત સાફ સફાઈની કામગીરી હાથ ધરવા તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા દબાણ દિન ૩૦ મા દુર કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. જો આ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડશો તો નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવા માટે પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭ હેઠળ સરપંચને હોદા પરથી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp Channel માં જોઇન થવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029Va5GWRqIt5s3q69WeS3s

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here