સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫ માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર દાહોદ દુધીમતી નદીના કિનારે તથા ગરબાડા ખાતે તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

0
1132
  • સંત નિરંકારી મિશન શરૂઆત કરી રહ્યું છે ‘અમૃત પરિયોજના’

સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫ માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર નિરંકારી ભક્તો દ્વારા આજ ૨૬ ફેબ્રુઆરીના રોજ દાહોદ દુધીમતી નદીના કિનારે તથા ગરબાડા ખાતે તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

દાહોદ સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫ માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં આજ તારીખ ૨૬ ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ નો શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદમાં દુધીમતી નદીના કિનારે સ્વચ્છતા અભિયાન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ તથા દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, નિરંકારી સેવાદલના મહાત્માઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા તથા તથા ગરબાડા ખાતે પણ તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાટ પર જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો.

આ અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલીરૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્નીત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથેજ આજ તરોખ ૨૬ ફેબ્રુઆરી, રવિવારના રોજ સવારે ૮ વાગ્યે સેંકડો નિરંકારી ભક્તો રામસાગર તળાવના કિનારે તથા ઝુલેલાલ ઘાટ પર જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મન નો સંદેશ આપ્યો હતો.

બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કર્યો કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરણા લઇ દરેક વર્ષની જેમ જ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સંત નિરંકારી મિશનના સચિવ જોગીન્દર સુખીજાજી ના હવાલાથી વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષ ના લગભગ ૧૦૦૦ સ્થળો પર ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવશે, જેમાં નિરંકારી મિશનના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્થાઓ’ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા, પોખર, જોહ્ડ, ભિન્ન ઝરણાઓ, પાણી ની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને નિર્મળ કર્યો

આ અભિયાનમાં મુખ્યત: ઉત્તરી ક્ષેત્રથી વ્યાસ, ગંગા, યમુના, ધાધરા, કેન્દ્રીય ક્ષેત્રમાં ચંબલ, બેતવા, નર્મદા, કૃષ્ણા, તાપી, સોન નદી, પશ્ચિમી ક્ષેત્રથી સાબરમતી, મહી, તવા, પૂર્વી ક્ષેત્રથી મહાનદી, ગોદાવરી, અને દક્ષિણી ક્ષેત્રથી કૃષ્ણા, કાવેરી, કોલ્લીદ્મ વગેરે પ્રમુખ નદીઓને સંમિલિત કરવામાં આવી છે.

અમૃત પરિયોજના’ અંતર્ગત ભારતના દક્ષિણી ક્ષેત્રો ના મુખ્ય તટબંધો ની સ્વચ્છતા જેમાં સુરત, મુંબઈથી લઇ ગોવા સુધીના કોંકણ બેલ્ટ, માલાબાર તટના કર્ણાટક, કેરળની તટીય રેખાઓ અને અરબ સાગરની પશ્ચિમી ઘાટની સીમાને તથા કોરોમંડળ તટના દક્ષિણી પૂર્વીય તટીય ક્ષેત્રોને સ્વયંસેવકોની ટીમ દ્વારા આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં કાવેરી ડેલ્ટાને પણ કવર કરવામાં આવ્યું છે.

નિસંદેહ આ પરિયોજના પર્યાવરણ સંતુલન, પ્રાકૃતિક સુંદરતા અને સ્વચ્છતા માટે થવા જઈ રહ્યું એક પ્રશંસનીય તથા પ્રોત્સાહન આપનારો પ્રયત્ન છે. વર્તમાનમાં આપણે આવી જ લોક કલ્યાણકારી પરિયોજનાઓને ક્રિયાન્વિત રૂપ આપી આપણી આ સુંદર ધરતીને હાની થતા બચાવી શકીએ છીએ. સાથે જ પ્રાકૃતિક સંસાધનો ના દુરુપયોગ પર પણ રોક લગાવી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here