ઊંચા વ્યાજે નાણાં ધિરનાર વ્યાજખોરોને ડામવા દાહોદ I/C – SP જગદીશ બાંગરવાના અધ્યક્ષ સ્થાને ગરબાડા ખાતે લોક દરબાર યોજાયો.

0
1067

પ્રિયાંક ચૌહાણ – તા.૧૯/૦૧/૨૦૨૩

હાલમા રાજ્ય સરકારે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી ગેરકાયદે ઉંચા વ્યાજે નાણાંનુ ધિરાણ કરવાની પ્રવૃત્તિ અટકાવવા અંગે પહેલ કરેલ હોય, જે અનુસંધાને ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી ગરબાડાની જનતાને મુક્ત કરાવવા માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન અંતર્ગત દાહોદ ઇન્ચાર્જ એસપી જગદીશ બાંગરવાના અધ્યક્ષ સ્થાને ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો.

ગુજરાતમા ઉચા વ્યાજે નાણાં ધીરી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યાજખોરોને કારણે અનેક લોકોના ઘર બરબાદ થયા છે. કેટલાય લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી ચૂક્યા છે. ત્યારે આવા ગરીબ પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાથી બહાર લાવવા ગુજરાત સરકારે વ્યાજખોરો વિરૂદ્ધ મુહિમ ચલાવી વ્યાજખોરો વિરૂદ્ધ કડક મા કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે લોકોમા જાગૃતતા આવે અને આવા વ્યાજખોરો સામે જનતા અવાજ ઉઠાવે તે માટે દાહોદ ઇન્ચાર્જ એસપી જગદીશ બાંગરવાના અધ્યક્ષ સ્થાને ગરબાડા પીએસઆઈ જે.એલ.પટેલની ઊપસ્થિતીમા ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લોક દરબારનું આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવાએ ઊપસ્થિત લોકોને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ કાયદા વિશે માહિતી આપી હતી, અને સાથે સાથે લોકોને અપીલ કરવામા આવી હતી કે, કોઈ વ્યક્તિ આવા વ્યાજખોરોના ત્રાસથી પીડિત હોય અને હેરાનગતિ વેઠી રહ્યા હોય તેઓ પોલીસને આ બાબતે જાણ કરે, અને આવા વ્યાજખોરોને સામે લાવવા મદદ કરે. જેથી કરીને કોઈ ગરીબ વ્યક્તિ પૈસા ને લીધે પોતાની માલ મિલકત કે જીવ ખોવા મજબૂર ના બને. તેમજ એવા વ્યક્તિ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામા આવશે તેવો ભરોસો પણ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક દ્વારા આપવામા આવ્યો હતો.

લોક દરબારમા ગરબાડા તેમજ આજુબાજુ ગામોના સરપંચો, ગામ આગેવાનો તેમજ ગ્રામજનો, વેપારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

સાથે સાથે ટ્રાફિક એવરનેસ તથા પોક્સો કાયદા વિશે પણ ઇન્ચાર્જ એસપી જગદીશ બાંગરવાએ ઊપસ્થિત લોકોને માર્ગદર્શન અને જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here