ગરબાડાના છરછોડા ગામે દિપડાના હુમલામાં મૃત્યુ પામેલ રજલીબેન ડામોરના પરિવારજનને સરકાર તરફથી રૂપિયા પાંચ લાખની સહાયનો ચેક ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે અર્પણ કરાયો.

0
899

ગરબાડા તાલુકાના છરછોડા ગામે દિપડાના હુમલામાં મૃત્યુ પામેલા રજલીબેન ડામોરના પરિવારજનને વન વિભાગ દ્વારા સહાય રૂપે રૂ.500000/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાનો ચેક ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે આજરોજ અર્પણ કરવામાં આવ્યો હતો.

ગરબાડા તાલુકાના છરછોડા ગામે ગત તારીખ 30 મી મે ના રોજ રાત્રીના સમયે દિપડાએ 70 વર્ષીય વૃધ્ધા રજલીબેન સબુરભાઈ ડામોર પર અચાનક હુમલો કર્યો હતો. દિપડાએ ગળાના ભાગે બચકા ભરી ગંભીર ઇજાઓ કરતાં રજલીબેનનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ત્યારે દિપડા દ્વારા માનવ મૃત્યુ પામેલ રજલીબેન સબુરભાઈ ડામોરના પરિવારજનને વન વિભાગ તરફથી ચૂકવવા પાત્ર સહાય ગણતરીનાં કલાકોમાં જ રૂ.500000/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાનો ચેક ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ વેળાએ ગરબાડા રેન્જ ફોરેસ્ટર એમ.એલ.બારિયા સહિત વન વિભાગના કર્મચારીઓ તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here