ગરબાડાની ખરોડ નદી પાસે આવેલ ગરબાડા નગરના હિન્દુ સ્મશાનમાં વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગતરોજ લાભ પાંચમના શુભ દિવસે બીજા નવા કામો માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગરબાડાના સ્મશાન ગૃહમાં ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ સરકારની TSP તથા 15 માં નાણાપંચ હેઠળ બીજા નવા કામોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સ્મશાન ગૃહમાં કોટા સ્ટોન ફ્લોરિંગ તેમજ ગરબાડા ગાંગરડી રોડની બાજુમાં આવેલ ગટરોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા ભાજપા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, મુકેશભાઈ ગારી, ગ્રામ પંચાતના વહીવટદાર તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ તથા ગરબાડા નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.