ગરબાડા ખાતે ટીબી દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

0
882

તા.17/02/2023

પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. આ યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજરોજ તારીખ.17/02/2023 ના રોજ ગરબાડા તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.અશોક ડાભી દ્વારા 3 દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે અને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીનાક્યારના સબ સેન્ટર ગરબાડા.6 ખાતે ફરજ બજાવતા MPHW તેજસ ધર્માની દ્વારા 2 ટીબી દર્દી અને FHW સરોજબેન ભગોરા દ્વારા 1 ટીબી દર્દી દત્તક લઇને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.  તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી દ્વારા કોમ્યુનિટીમાથી વધુ લોકો ક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here