પ્રિયાંક ચૌહાણ, તા.૨૦/૦૩/૨૦૨૩
ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને She ટીમે ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી સાથે સાથે પોક્સો તેમજ ગુડ ટચ બેડ ટચ અંગે અવરનેશ કર્યા હતા.
ગરબાડા She ટીમ દ્વારા આજરોજ ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામા આવી હતી, સાથે સાથે ગરબાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ.પટેલ સહિતની ટીમે શાળાની વિદ્યાર્થીનીઓને પોલીસની કામગીરીથી વાકેફ કર્યા હતા અને વિદ્યાર્થિનીઓને પોક્સો અંગે અવરનેશ કરી, ગુડ ટચ બેડ ટચ અંગે અવરનેશ કર્યા હતા. આ વેળાએ ગરબાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ.પટેલ, તાલુકા કન્યા શાળાના આચાર્ય શૈલાબેન, શાળાની શિક્ષિકા વિગેરે હાજર રહ્યા હતા.