પ્રિયાંક ચૌહાણ, ગરબાડા
ગરબાડા તાલુકા કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ શિષ્યવૃતિ પરીક્ષામાં સમગ્ર ગરબાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવીને શાળા તથા ગરબાડા તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન તારીખ.22/01/2023 ના રોજ કરવામાં આવ્યુ હતુ. જેમા પરીક્ષા બોર્ડ દ્વારા નિયમો અનુસાર પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓની આજરોજ યાદી બહાર પાડવામા આવી છે. જેમા સમગ્ર દાહોદ જિલ્લામાંથી 46 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે, જેમા ગરબાડા તાલુકામાંથી કુલ 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં પણ ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની મુહણીયા કૃતિબેન કસનાભાઈ એ શિષ્યવૃતિ પરીક્ષામાં 200 માંથી 151 ગુણ મેળવીને સમગ્ર ગરબાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવીને કન્યા શાળા તથા ગરબાડા તાલુકાનું ગૌરવ વધાર્યુ છે. જે બદલ તેમના માર્ગદર્શક શિક્ષિકા વિભાબેન તથા શાળાના આચાર્ય શૈલાબેન ગોહિલ તથા શાળા પરિવાર તરફથી કૃતિબેનને ખુબ ખુબ અભિનંદન પાઠવીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું.