વનરાજ ભુરીયા, ગરબાડા તા.05/03/2023
ગરબાડા નગરમા હોળીના તહેવાર પૂર્વે ભરાતા છેલ્લા હાટને ગલાલિયો હાટ કહેવામા આવે છે. આ મેળામાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આદિવાસી સમાજના લોકો મજૂરી અર્થે બહાર ગામ વસતા હોય છે, પરંતુ હોળીના પર્વની ઉજવણી કરવા માદરે વતન આવી હોળીના તહેવારની ખરીદી કરવા હોળીના તહેવાર પૂર્વે ભરાતા છેલ્લા હાટ બજારમા આવતા હોય છે. તેથી આ હાટને ગલાલિયો હાટ કહેવાય છે.
આ હાટ બજારમાં વાસથી બનાવેલા ટોપલા, સાવરણા, અનાજ મુકવા માટે વાંસથી વણેલી કોઠી જેને આદિવાસી બોલીમાં પોહરો કહેવામાં આવે છે, જેવી અનેક નાની મોટી ચીજવસ્તુઓ આદિવાસી સમાજના લોકો વેચાણ માટે લાવતા હોય છે તેમજ તેની ખરીદી પણ કરતા હોય છે. તેમજ બાળકો, મહિલાઓ, યુવતીઓ તેમજ યુવાનોએ મેળામા હીંચકે હિચવાની, ઝૂલે ખૂલવાની તેમજ ખાણીપીણીની મોજ માણી હતી.