ગરબાડા પોલીસે ગરબાડા નગરમાં એક મકાનમાં રેઈડ પાડી ઇંગ્લીશ દારૂ તથા બીયરની ૨૧૩ બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડયા.

0
327

ગરબાડા તા.૦૮/૦૮/૨૦૨૩

દાહોદ પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ તથા મદદનીશ પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થએ પ્રોહીબીશનની હેરાફેરી થતી અટકાવવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃત્તીને નેસ્તનાબુદ કરવા જરુરી સુચના અને માર્ગદશન આપેલ.

જે આધારે ગરબાડા પોલીસ સબ ઇન્સ્પકટર જે.એલ પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લીસ્ટેડ પ્રોહી બુટલેગર મેહજીભાઇ સૈયદુભાઇ પરમાર મધ્યપ્રદેશથી પ્રોહી મુદ્દામાલ મંગાવી તેના માણસો અલ્કેશભાઇ રતનસિંહ ગારી તથા હરીશભાઇ દલાભાઇ ગારીને આપેલ છે, અને તેઓ હરીશભાઇ દલાભાઇ ગારીના ઘરની અંદર કટીંગ કરી રહેલ છે. જે બાતમીના આધારે ગરબાડા પોલીસે બાતમીવાળા ઘરે રેઇડ કરતા ધરની અંદર બે ઇસમો અલ્કેશભાઇ રતનસિંહ ગારી(ખનોડ) તથા હરીશભાઇ દલાભાઇ ગારી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા હાજર મળી આવ્યા હતાં. જેથી પોલીસે આ બંને ઈસમોને પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.૩૦૫૫૦ ની કિંમતનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયરની કુલ ૨૧૩ નંગ બોટલો સહિત કુલ કિ.રૂ.૩૧,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી (૧) મેહજીભાઇ સૈયદુભાઇ પરમાર રહે. ગરબાડા તળાવ પાસે, (૨) અલ્કેશભાઇ રતનસિંહ ગારી (ખનોડ), રહે.ગરબાડા ગારી ફળિયા, (૩) હરીશભાઇ દલાભાઇ ગારી રહે.ગરબાડા ગારી ફળીયા તા.ગરબાડા જિ.દાહોદ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here