Dt.28/03/2025
જેસાવાડા પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
જેસાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. પરમાર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી જયપ્રકાશસિંહ અવધેશસિંહ રાજપૂત, રહે.બારા બનાડીહ, તા.ટંડવા, જિલ્લો.ઔરંગાબાદ, બિહારનો દાહોદ બજારમાં આવેલ છે. જે બાતમીના આધારે જેસાવાડા પોલીસની ટીમે દાહોદથી તેને ઝડપી પાડ્યો હતો અને જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.