ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ગરબાડાની ધરતી ઉપર સફળ ખેતી કરતાં ગરબાડાના ખેડૂત દેવેન્દ્રસિંહ રાઠોડ

0
548

પ્રિયાંક ચૌહાણ, ગરબાડા

તારીખ.15/01/2023

મન હોય તો માળવે જવાય, જે કહેવતને ખરી પાડી ગરબાડાના ખેડૂતે ગરબાડામા ઠંડા પ્રદેશમા થતી સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી છે.

ગરમ આબોહવા, પથરાળ અને ડુંગરાળ એવા દાહોદ જિલ્લાના ગરબાડા નગરમા, સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમા થતી સ્ટ્રોબેરીની ખેતી સફળ નીવડી છે, ગરબાડા ગામના ખેડૂતના ખેતરમા સ્ટ્રોબેરીની ખેતી કરવામા આવી છે.

દાહોદ જિલ્લો એ ડુંગરાળ તેમજ પથરાળ અને ગરમ આબોહવા ધરાવતો જિલ્લો છે. દાહોદ જિલ્લાના ખેડૂતો મોટે ભાગે ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહેતા હોય છે, અને મહત્તમ ઘઉ, મકાઈ, ચણા, ડાંગર જેવા પાકોની જ ખેતી કરતા હોય છે. ત્યારે ગરબાડાની ધરતી ઉપર સૌ પ્રથમ વખત ઠંડા પ્રદેશમા પાકતી સ્ટ્રોબેરીની ખેતી ગરબાડા ગામના ખેડૂતના ખેતરમા કરાઇ છે. સદગુરુ ફાઉન્ડેશન અને એસ.એચ.જી. ફેડરેશન ગરબાડાના સહયોગ, માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ થી આ સ્ટ્રોબેરીની ખેતી કરવામા આવી છે.

સદગુરુ ફાઉન્ડેશનના નરેશ પરમારે પુના ખાતેથી વિન્ટર ચાર્લી પ્રજાતિના સ્ટ્રોબેરીના 2000 જેટલા રોપા મંગાવી, ગરબાડા ગામના ખેડૂત દેવેન્દ્રભાઈ રાઠોડને આપ્યા હતા, જે રોપાઓ દેવેન્દ્રભાઈએ તેમના ખેતરમા ઓછી જમીનમા ટપક અને મલ્ચિંગ પદ્ધતિ દ્વારા સિંચાઇ માટે વ્યવસ્થા કરી આ સ્ટ્રોબેરીના રોપાઓ ઉછેર્યા હતા. આ રોપા ઉપર એક માસ બાદ સ્ટ્રોબેરીના ફળ આવવાની શરૂઆત થતા ખેતી સફળ નીવડી છે. બજારમા મળતી સ્ટ્રોબેરી કરતા અહીંયા ઉગેલી સ્ટ્રોબેરી કદમા મોટી અને મીઠાશ પણ વધારે જોવા મળી છે.

દેવેન્દ્રભાઈએ સૌ પ્રથમ દશ કિલો ઉપરાંત સ્ટ્રોબેરીનુ ઘર બેઠાજ 300 રૂપિયા કિલોના ભાવથી વેચાણ પણ કર્યું છે. સ્ટ્રોબેરીની ખેતીથી ખેડૂત દેવેન્દ્રભાઈની આવકમા પણ વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here