દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા

0
394

દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી, અને પહિંદ વિધિ કરી હતી, ત્યારબાદ રથને ખેંચીને રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

રથયાત્રામા અખાડા તેમજ વિવિધ 20 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. હજારોની સંખ્યામા ભક્તો રથયાત્રામા જોડાયા હતા, અને જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના જયઘોષથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રાને લઈ શહેરીજનોમા પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળ્યા હતા, ત્યારે ઘર બેઠા દર્શન આપવા આવેલા ભગવાનનું ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here