દાહોદ-ગોધરા વચ્ચેનો એક ટોલબૂથ બંધ કરવા દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત

0
367
  • ભથવાડાનો ટોલબૂથ મોંઘો પડે છે : સાંસદ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં 60 કિમીની યાત્રામાં માત્ર એક ટોલ પ્લાઝા રાખવાની લોકસભામાં જાહેરાત કરી હતી. બાકીના તમામ ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. લોકોએ આ રેન્જમાં માત્ર એક જ વાર ટોલ ભરવો પડશે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર દાહોદ-ગોધરા વચ્ચે બે ટોલ બૂથ આવતા હોવાથી એક ટોલ બૂથ બંધ કરવા માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે નીતિન ગડકરીને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે. ત્યારે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

દાહોદ જિલ્લાના ભથવાડામાં અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવતું ટોલ બૂથ પ્રજાને ઘણું જ મોંઘુ પડતું હોય છે. ત્યારે આ ટોલ બૂથ ઉપર સ્થાનિકોને પણ રાહત મળતી ન હોવાનો બળાપો અનેકો વખત લોકો દ્વારા કાઢવામાં આવ્યો છે, ત્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ-ગોધરાનો એક ટોલબૂથ બંધ કરવા નીતિન ગડકરીને રજૂઆત કરી છે.

Source : Jashvantsinh Bhabhor Facebook Page & Divya Bhaskar

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here