દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી.

0
7

ગરબાડા, તા.13/12/2024

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરિકે કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ડો.કુબેરભાઈ ડીંડોર હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક મોહમ્મદ સિદ્ધિક યુસુફભાઈ અને પટેલ તેજસકુમાર મહેશભાઈએ વિભાગ-૨ અને વિભાગ-૪ માં પોતાના બાળકો સાથે ભવિષ્ય માટે ટેકનોલોજીમાં કેવી રીતના લડી શકાય તેના માટેની કૃતિ રજૂ કરી હતી અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કેવી રીતના કરી શકાય તેના માટે બાળકોએ રજૂઆત કરી હતી. જેમાં વિભાગ-2 અને વિભાગ-4 માં પ્રથમ ક્રમ મેળવી ગરબાડા તાલુકાનું અને નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું હતું. તે બદલ ગરબાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામેશ્વર ગડરીયા, બી.આર.સી કો.ઓ.પ્રિયકાન્ત ગુપ્તા, સી.આર.સી. બી.આર.રાઠોડ, શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગત તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ઝોન કક્ષાએ પણ ગરબાડા તાલુકા અને દાહોદ જિલ્લાનું નેતૃત્વ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કરશે, ત્યારે ઝોન કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તે બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here