દાહોદ જિલ્લા પોલીસ વડાએ 16 પોલીસ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી કરી, જિલ્લાના આઠ પોલીસ મથકોમાં PI ની નિમણુંક કરાઇ.

0
268

દાહોદ જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો પર ફરજ બજાવતાં તેમજ અન્ય જીલ્લામાંથી દાહોદ ખાતે બદલીથી આવેલા પોલીસ ઈન્સ્પેક્ટરોની જીલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે.

જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં એસ.એમ.ગામેતીને દાહોદ એલ.સી.બી.મા મુકવામા આવ્યા છે. દાહોદ ટાઉન એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ના ડી.ડી.પઢીયારને સાયબર ક્રાઈમ બ્રાંચમા, લીવ રીઝર્વ તરીકેના એ.એમ.કામળીયાને દાહોદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, પી.એ.જાડેજાને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન, વી.પી.કનારાને દાહોદ રુરલ પોલીસ સ્ટેશન, દાહોદ ટાઉન બી-ડિવીઝનના કે.આર.રાવતને ગરબાડા પોલીસ સ્ટેશન, યુ.એમ.ગાવિતને કતવારા પોલીસ સ્ટેશન, બી.વી.ઝાલાને ધાનપુર પોલીસ સ્ટેશન, સી.પી.આઈ. દાહોદ એસ.વી.વસાવાને લીમખેડા પોલીસ સ્ટેશન, એન.કે.ચૌધરીને રણધીકપુર પોલીસ સ્ટેશન, એસ.એમ.રાદડીયાને સંજેલી પોલીસ સ્ટેશન, દાહોદ રુરલ પોલીસ સ્ટેશનના કે.સી.વાઘેલાને ફતેપુરા પોલીસ સ્ટેશન, સી.પી.આઈ ઝાલોદ એસ.સી.રાઠવાને ઝાલોદ પોલીસ સ્ટેશન, સી.પી.આઈ દેવગઢ બારીઆ કે.કે.રાજપુતને લીમડી પોલીસ સ્ટેશન, લીમખેડા પોલીસ મથકના જે.એમ.ખાંટને  ચાકલીયા પોલીસ સ્ટેશન જ્યારે એસ.એસ.વરુની દેવગઢ બારીઆ સી.પી.આઈ તરીકે બદલી કરવામા આવી.

પી.એસ.આઇ. માંથી પી.આઈ. કક્ષામા અપગ્રેડ થયેલા 9 પોલીસ મથકો માથી 8 મા પી.આઈ કક્ષાના અધિકારીઓની નિમણુંક કરવામા આવી છે. જેમા રણધીકપુર, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમડી, ચાકલીયા, કતવારા, ગરબાડા પોલીસ મથકોનો સમાવેશ થાય છે, જ્યારે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનમા હજી પી.આઈ કક્ષાના અધિકારીની નિમણુંક કરવાની બાકી છે.

દાહોદ જીલ્લાના મોટા ભાગના પોલીસ મથકોને પી.એસ.આઈ. કક્ષામાંથી પી.આઈ. કક્ષામાં અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર જીલ્લાના ચાર પોલીસ સ્ટેશનો જેસાવાડા, પીપલોદ, સાગટાળા અને સુખસર પોલીસ મથકોજ પી.એસ.આઇ. કક્ષના રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here