Priyank Chauhan-Garbada Dt.04/02/2023
દાહોદ શહેરમા કડીયા સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા જયંતિની ભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી.
દાહોદ વિશ્વકર્મા નવયુવક મંડળ કડીયા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિતે ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા હવન અને મહાઆરતીની સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. સમાજના સૌ ભાઈઓ, બહેનો ઉત્સાહ પૂર્વક શોભાયાત્રામા જોડાયા હતા, અને બેન્ડ અને ડીજેના તાલ સાથે શહેરના વિવિધ વિસ્તારોમા શોભાયાત્રા ફરી હતી, અને પરત શોભાયાત્રા હનુમાન બજાર ખાતે આવી પહોચી હતી. જ્યાં સંધ્યા આરતી બાદ અલ્પાહાર કરી સૌ ભક્તો છૂટા પડ્યા હતા.