Dt.04/02/2023
દાહોદ શહેરમા પંચાલ સમાજ દ્વારા ધૂમધામથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામા આવી હતી.
ભગવાન વિશ્વકર્મા જયંતિની દાહોદના પંચાલ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. વહેલી સવારે ભગવાન વિશ્વકર્માનો કેશર દૂધથી અભિષેક કર્યા બાદ ભગવાનની પુજા અર્ચના કરવામા આવી હતી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. શોભાયાત્રામા પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા, અને શહેરના માર્ગો ઉપર ગરબાની રમઝટ વચ્ચે નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યુ હતુ. ભક્તિમય માહોલ વચ્ચે ખૂબ ધૂમ ધામથી પંચાલ સમાજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરી હતી.