દાહોદ LCB પોલીસે ગણતરીના દિવસમા ચોરીનો ભેદ ઉકેલી ચોરીના ટ્રેકટર સાથે આરોપીને ઝડપી પાડ્યો છે.
દાહોદ LCB ની ટીમ ખાનગી વાહનો મારફતે પેટ્રોલીંગમા હતી, તે દરમિયાન એક શંકાસ્પદ ટ્રેકટર મધ્યપ્રદેશ તરફથી ગોધરા જવાનુ હોવાની ચોક્કસ બાતમી, એલસીબી પી આઈ, આર સી કાનમિયાને મળતા એલસીબી ની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન બાતમીવાળુ ટ્રેકટર પસાર થતા પોલીસે તેને રોકતા ચાલકે ટ્રેકટર મૂકી ને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને ઝડપી લઈ કાગળોની માંગ કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેના પગલે પોલીસે ઈ કોપ એપ્લીકેશન મારફતે ટ્રેકટર ની ખરાઈ કરી માલિકનું નામ જાણ્યુ હતુ. ત્યારબાદ ચાલકની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેને તેના મિત્રો સાથે મળી 30 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે અવંતિકા હોટલના પાર્કિંગમાથી આ ટ્રેકટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે જાલતના શંકર ભૂરીયાની ધરપકડ કરી અન્ય સામેલ સાગરીતોની શોધખોળ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.