દાહોદ જિલ્લામાં આગામી સમયમાં ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજાનારી છે. તેમજ તહેવારો અને સામાજિક, ધાર્મિક પ્રસંગોમાં ઝઘડા-તકરાર ન થાય, નાહકનો ઘોંઘાટ ના થાય એ માટે દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં ડીજે સિસ્ટમ, માઇક, લાઉડ સ્પીકર સહિતની બાબતો ઉપર પ્રતિબંધો મુક્યા છે.
ત્યારે આગામી ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમા લઇ પરીક્ષાર્થીઓ મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતચિત્તે પરીક્ષા આપી શકે તે માટે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે ગરબાડા PSI જે.એલપટેલે આજરોજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ડીજે સંચાલકો સાથે મિટિંગ રાખી હતી. જેમા ડિજે સંચાલકોને આગામી ધો.10, 12 ની બોર્ડની પરીક્ષાથી વાકેફ કરી, જાહેરનામાથી અવગત કરી કાયદાનો ભંગ નહી કરવા સમજ આપવામા આવી હતી.