માં આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડામાં કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.
ગરબાડા ખાતે આવેલ નવાતરિયા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય જોષી ભરતકુમાર આનંદીલાલ દ્વારા આજરોજ શાળાના પટાંગણમાં આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરે શાળામાં અભ્યાસ કરતી નાની નાની કન્યાઓનું નવરાત્રિના શુભ પર્વ નિમિત્તે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. તથા શાળામાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની બાળાઓ મન મૂકીને ગરબા રમી હતી.