ગાંધીનગર, તા.૨૯/૦૧/૨૦૨૩
- પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો.
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. જેને લઇને આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર ફૂટતા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા આખરે ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું હતું. આજે 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. ત્યારે પેપર લીક થતાં આ પરીક્ષા આજે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.