રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ મોટા અવાજે DJ વગાડતા DJ સંચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસે ગુનો નોંધ્યો.

0
32

ગરબાડા, તા.22/03/2025

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ કોઇપણ પ્રકારના વાજીંત્રો કે સાઉન્ડ નહી વગાડવા બાબતે ગાઇડલાઇન્સ જારી કરેલ છે. ત્યારે દાહોદ પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલાએ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીએ આપેલ સુચના અને માર્ગદશર્ન હેઠળ, ગરબાડા PSI જી.કે.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રિના સમયે પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ભીલોઇ ગામે ડી.જે. માલીકે વગર પાસ પરમીટે બિન સલામત રીતે ટ્રકની બોડીમા ફેરફાર કરી ટ્રકની લંબાઇ વધારી તેના ઉપર ડીજે સિસ્ટમ લગાવી તેમજ કોઇપણ જાતની નોંધણી કરાવ્યા વગર મોટા અવાજે ડીજે સિસ્ટમ વગાડી આજુબાજુમા રહેતા લોકોને ત્રાસ થાય તેવુ કૃત્ય કરી નામદાર સુપ્રિમ કોર્ટના National Green Tribunal (NGT), New Delhi દ્વારા Original Application No.618/2018, The Noise Pollution ( Regulation & Control ) Rules-2000 ભારત સરકાર તથા ગુજરાત સરકાર, ગૃહ વિભાગની ગાઇડ લાઇન મુજબ રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૭:૦૦ વાગ્યા સુધી કોઇપણ પ્રકારના ડી.જે. કે અન્ય મ્યુઝીક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ મુકવામા આવેલ છે. તેમ છતા ડીજે સિસ્ટમ વગાડતો હોય જેથી ટ્રક સાથેની ડી.જે. સિસ્ટમ જપ્ત કરી તેના સંચાલક વિરુધ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવેલ છે.

આથી જાહેર જનતાને ડી.જે. વગાડવા માટે જરૂરી પરવાનગી લેવા તથા નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ કોઇપણ જાતની સાઉન્ડ સિસ્ટમ વગાડવી નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here