રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી.

0
22

આજે 28 ફેબ્રુઆરી 2025 શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકાબહેન દ્વારા પ્રાર્થનાસભામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ આપી હતી. તેમજ આપણા દેશના વૈજ્ઞાનિક સી.વી.રામનના જીવનચરિત્ર અને ‘રામનઇફેક્ટ’ વિશે માહિતી આપી હતી. વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જાણે તેમજ વિજ્ઞાનમાં રસ લઇને એ દિશામાં પોતાની કારકિર્દી બનાવે તે છે. ત્યારબાદ ધોરણ 3 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા આપના દેશના મહાન વૈજ્ઞાનિકો જેવો પરિવેશ ધારણ કરીને તેમના દ્વારા કરવામાં આવેલ શોધો વિશે સુંદર રીતે રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન જોષી દિવ્યાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને તેમના અભ્યાસમાં વિજ્ઞાનના સાધનની સમજ આપવામાં આવી હતી. આમ, શાળામાં ખૂબ જ સુંદર રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here