પ્રિયાંક ચૌહાણ – ગરબાડા, તા.13/02/2023
દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાના ખીરખાઈ (દેવધા) ગામના જોખનાભાઇ ડાંગીનાં કુવામાંથી મૃત હાલતમાં દીપડાની લાશ મળી આવી છે. કુવા ઉપર પાણી ભરવા આવેલી મહિલાને કુવામાં દીપડાનો મૃતદેહ તરતો જોવાતા તેને આસપાસના લોકોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. લોકોએ આ બાબતની જાણ જંગલ ખાતાને કરતાં RFO સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દીપડાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃત હાલતમાં મળી આવેલ દીપડાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે કુવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી દીપડાનું મૃત્યુ થયું હોવાનું કારણ જાણવા મળ્યું છે.
જંગલ ખાતાનાં અધિકારીઓ અને ગામના સરપંચ તેમજ ગામ લોકોની હાજરીમાં મૃતક દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.