સંજેલી તાલુકાના ટીસાના મુવાડામા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ અને બાલવાટિકા ચાલે છે. જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧ થી ૮ ધોરણ વચ્ચે ફ્ક્ત ૪ જ ઓરડા છે. બાકીના ચાર ક્લાસના બાલવાટિકા સહિતના બાળકોને ઓટલા પર બેસાડીને ભણાવવામાં આવે છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે. સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળામાં બાળકોને સુવિધાના બદલે ધુવિધા આપી રહ્યાં હોય તેવુ જોવાઈ રહ્યુ છે.
સ્કૂલમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોચી ગયા પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં ઓરડા ન હોવાથી ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે.
૪ ઓરડા અને ૧ થી ૮ ધોરણ અને બાલવાટિકા સહિતના ૨૦૦ જેટલા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે. ઓરડાના અભાવના કારણે નિશાળમાં ભણવા આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે. આ સમસ્યાને લઈને તાલુકા સહીત ઉચ્ચ કક્ષાએ પણ ધારદાર રજૂઆત કરી છતા પણ તાલુકા સહીત જિલ્લાના અધિકારીઓના શિક્ષણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ ૨૦૦ જેટલા બાળકોનુ પાયાનું શિક્ષણ મેળવવા હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે ભણશે? આ બાળકો માટે નવીન ઓરડા ક્યારે બનશે તેની રાહ એક વર્ષથી બાળકો તેમજ વાલીઓ રાહ જોઈ રહ્યા..
<<ટીસાના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય રાઠોડ નટવરભાઈ : અમારી શાળામાં ૧૦૫ કુમાર, ૯૫ કન્યા અને એક બાલવાટિકા ચાલે છે. ધોરણ ૧,૨,૪,૭ અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે. આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓને રજુઆત કરેલ છે કે એક વર્ષ ઉપરાંતથી બાળકો બહાર ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે >>
<< ગ્રામજનો : સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળાના બાળકો ઓટલા પર બેસી ભણવા મજબુર નિશાળની જમીન ફાળવવા માટે શિક્ષણ શાખા તાલુકા વિકાસ અધિકારી મામલદાર સંજેલી પંચાયત સહીત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરાઇ તેમજ ટીસાના મુવાડા સ્કુલ માટે જમીન ફાળવવા માટે ગ્રામસભા પણ યોજાય હતી પણ જમીનને લઈ હજી સુધી દરખાસ્ત કરવામાં આવી નથી >>
અમારી WhatsApp Channel માં જોઇન થવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029Va5GWRqIt5s3q69WeS3s