પ્રિયાંક ચૌહાણ – ગરબાડા ~
સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની શ્રાદ્ધ તિથિ નિમિત્તે તેમના પુત્રો પ્રજિતસિંહ તેમજ રવિજીતસિંહ તરફથી ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડા ખાતે શાળાની વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ તેમની પૌત્રી આઘ્યા રાઠોડ દ્વારા તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું.
રાઠોડ પરિવારની ઉદાર ભાવના શાળા માટે હંમેશા ફળદાયી નીવડી છે. માતા-પિતાના ઉમદા વિચારો વારસામાં જ મળી આવેલા હોવાથી સ્વ.મોહિન્દ્રાબેન અજીતભાઈ રાઠોડનો પરિવાર અવારનવાર તિથિ ભોજન આપી તેમજ શાળાની સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બની પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. તેમજ આ શાળાના દાતા તરીકે સ્વ.મોહિન્દ્રાબેન રાઠોડ અને તેમના પરિવારનું વિશિષ્ટરૂપે યોગદાન રહેલું છે.