ગરબાડા, તા.05/02/2023
ગરબાડામાં હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી છે.
મહા સુદ પૂર્ણિમા એટલે ડાંડા રોપી પૂનમ, આ પૂનમના દિવસે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવતી હોય છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ છે. ત્યારે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આજરોજ મહા સુદ પૂનમના દિવસે ગરબાડા ખાતે સાંજે સવા છ વાગ્યાના સુમારે હોળી ચકલા મેદાનમાં શુભ મુર્હુતમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળીના ડાંડાની ભુદેવ દ્વારા પૂજા અર્ચના કરી પૂજારાઓની હાજરીમાં ગરબાડા ગામના પટેલ અશોકભાઈ રાઠોડના હસ્તે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી છે.
આજથી એક માસ બાદ એટલે કે, ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવશે. ગરબાડા તાલુકાનાં અન્ય ગામોમા પણ હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી છે.