દાહોદ તા.18/05/2023
દાહોદમાં દબાણ હટાવ કામગીરીને બે દિવસનો વિરામ અપાયો છે.
દાહોદ શહેરમા સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોળા કરવાની કામગીરીના ભાગ રૂપે બુધવારના રોજ ગોવિંદ નગર સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, શહેરમા સંખ્યાબંધ સ્થળે ઝુકાટો અને ઓટલા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે લોકોએ જાતે જ ઓટલા અને ઝુકાટોના દબાણો દૂર કરવાની વિનંતિ કરતા તંત્રએ આ ઝુંબેશને બે દિવસનો વિરામ આપ્યો હોવાનું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઇ રહી છે. ગોધરા રોડથી આરંભ કરવામા આવેલા આ અભિયાનમા પડાવ, માણેક ચોક, અંજુમન હોસ્પિટલની સામેથી લઈ સ્ટેશન રોડ વિસ્તારના કાચા, પાકા ગેરકાયદેસર દબાણો દુર કરવામા આવ્યા છે.
વિવિધ વિસ્તારોમા લોકોએ જાતે જ ઝુકાટ દુર કરી દીધા, ત્યારે બુધવારે ગોવિંદ નગર સહિતના વિસ્તારોમાં કામગીરી કરાઇ હતી. ત્યારે લોકોએ પોતાની રીતે જ ઓટલા અને ઝુકાટ દૂર કરવાની બાહેંધરી આપતા તંત્રએ દબાણ હટાવ ઝુંબેશને બે દિવસનો વિરામ આપ્યો હોવાની જાહેરાત કરવામા આવી હતી. બે દિવસ બાદ પુન દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવશે તેવું મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યુ છે.