તારીખ.૦૩/૦૨/૨૦૨૪
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન તારીખ.2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મોરારભાઈ ડાંગી તેમજ આ.શિ.રોહિત એન.પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પ્રવાસમાં ભાગ લીધો હતો. જેમાં કડાણા ડેમની મુલાકાત લીધી હતી. જયેશભાઈ દવે દ્વારા વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય એની માહિતી આપવામા આવી હતી, અને કડાણા ડેમ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. બાળકોએ નદીનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ માનગઢ ધામ ખાતે ગુરુ ગોવિંદ મહારાજના દર્શન કર્યા હતા. શાળાના જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા અંકુરભાઈ પટેલ દ્વારા માનગઢ ઇતિહાસની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ માનગઢ ધામ ખાતે વિનામૂલ્યે ભોજન બાળકોને આપવામાં આવ્યું હતું. તમામ બાળકો ખુબજ આનંદિત જણાતા હતા. સમયસર સાંજે શાળામાં આવી પહોંચ્યા હતા અને તમામ બાળકો આનંદની લાગણી અનુભવતા હતા. અને બાળકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ એકદિવસીય આનંદ સભર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : વિજય ચરપોટ સંજેલી