દાહોદમાં શ્રીકમલમ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લઈ એક બેઠકનું આયોજન કરાયું

0
1148

દિપેશ દોશી – દાહોદ, તા.૨૦/૦૧/૨૦૨૩

આપણાં દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ટીવી ઉપર આવે ત્યારે જન્મથી માંડી મતાધિકાર ઉપર વક્તવ્ય આપતા હોય છે. પણ આ વાત છે જેનો મતાધિકાર નથી એવા વિદ્યાર્થીઓ માટે. 2018 માં “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય એ પછી પ્રાથમિક હોય કે બોર્ડ હોય તે વખતે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમા ના રહે અને પરીક્ષાના નામથી ગભરાય નહિ અને વિના ડરે તે ખુશનમાં વાતાવરણમાં પરીક્ષા આપવા જાય જેથી તે વિદ્યાર્થી પોતાનું ધાર્યા કરતા સારું પરિણામ લાવી શકે.

27 મી તારીખે મન કી બાત નો કાર્યક્રમ કે જેમાં પરીક્ષા પે ચર્ચા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોલવાના છે અને આ કાર્યક્રમ 500 વિદ્યાર્થીઓ સાથે દાહોદ જિલ્લાના દરેક મંડલમાં કરવાનો છે. દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવનાર છે. તેવું લીમખેડા મંડલના સરદારસિંહ એ આ સમગ્ર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલીયર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહામંત્રી નરેન્દ્રભાઈ સોની અને સ્નેહલ ધરિયા, અને ડેટા મેનેજમેન્ટ મધ્ય ઝોનના ઇન્ચાર્જ  ચિરાગ શાહ કે જેઓ દાહોદ ગોધરાથી આવ્યા હતા અને દાહોદ જિલ્લા ડેટા મેનેજમેન્ટના ઇન્ચાર્જ દીપેશ લાલપુરવાલા તેમજ દાહોદના દરેક વિધાનસભા મંડલમાંથી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here