રાજયના યુવાનો માટે લશ્કરમાં ભરતી પૂર્વે પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના

  • રાજયના યુવાનો માટે લશ્કરમાં ભરતી પૂર્વે પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના હેઠળ તાલીમવર્ગમાં જોડાયા ઇચ્છુક પુરૂષ ઉમેદવારો  જોગ

દાહોદઃ શુક્રવારઃ- ગુજરાતના યુવાનો નું સંરક્ષણ દળોમાં /પોલીસ ફોર્સ વિગેરેમાં જોડાય તે માટે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્રારા અગામી તા.તારીખ ૦૧/૪/૨૦૧૮ થી તા. ૩૦/૦૪/૨૦૧૮ દરમ્યાન નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં જોડાવવા માટે નિયત લાયકાત ઉંચાઇ,વજન છાતી તેમજ શારીરિક ક્ષમતા ધરાવતા ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષની વય જૂથના પુરૂષ ઉમેદવારોએ તારીખ ૧૫/૩/૨૦૧૮ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી,દાહોદ ખાતે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી દાહોદ ખાતેથી મળશે. વધું માહિતી માટે રોજગાર કચેરી દાહોદનો સંપર્ક કરવા જણાવ્યું છે.

                                                     ૦૦૦૦ 

Leave a Reply