ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જિલ્લા સ્થાપી સમિતિની બેઠક યોજાઇ

ર્બોડની પરીક્ષામાં ચોરી કરનાર-કરાવનાર તત્વો સામે કડક કાર્યવાહી થશે.

–જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમાર

દાહોદઃ શનિવારઃ- આગામી તા. ૧૨ મી-માર્ચ-૨૦૧૮થી તા. ૨૮/૩/૨૦૧૮ સુધી એસ.એસ.સી.,એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવાનાર છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર માર્ચ-એપ્રિલ પરીક્ષા-૨૦૧૮ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ સભાખંડ, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે યોજાઇ હતી.

સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત રખાશે

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગો સી.સી.ટી.વી કેમેરાથી આવરી લેવાશે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પુરતો પોલીસ બંદોબસ્ત રખાશે. અને ત્યાં પરીક્ષા નિરીક્ષણ માટે સ્થાનિક સ્ટાફને ન રાખતાં ફેરબદલ કરવા તાકીદ કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા ચોરી કરનાર અને કરાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું સુનિશ્વિત કરવામાં આવ્યું હતુ. પરીક્ષા અપનાર વિધાર્થીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપે તેવું વાતાવરણ ઉભા કરવા સહિત તેઓ માટે લીંબુ પાણીની વ્યવસ્થા ,ફર્સ્ટ એઇડ બોક્ષ, અપડાઉન કરનાર વિધાર્થીઓ માટે બસ રૂટનો વધારો કરવા, પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટોળાં પરીક્ષા દરમિયાન એકત્ર ન થાય, આજુબાજુના ઝેરોક્ષ્ મશીનો બંધ રાખવા વગેરે અંગે સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રીએ સૂચન કર્યું હતું.

તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગો સી.સી.ટી.વી કેમેરાથી આવરી લેવાશે.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ.નિનામાએ સમગ્ર બેઠકનું સંચાલન કરતાં બોર્ડ પરીક્ષાની તમામ વિગતો પૂરી પાડી હતી.

આ પરીક્ષાઓ પૈકી એસ.એચ.સી.ના ૯૪ બિલ્ડીંગોના ૧૧૨૪ બ્લોકમાં ૧૧૧૨ સી.સી.ટી.વી.કેમેરાવાળા બ્લોક, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ ૬૧ બિલ્ડીંગોમાં ૬૮૨ બ્લોકમાં ૬૫૨, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહના ૮ બિલ્ડીંગમાં ૧૦૫ બ્લોકમાં ૧૦૫ સી.સી.ટી.વી કેમેરા એમ કુલ ૧૬૩, બિલ્ડીંગોના ૧૯૧૧ બ્લોકોમાં ૧૮૬૯ બ્લોકમાં સી.સી.ટી.વી કેમેરા બ્લોકો સુનિશ્વિત કરવામાં આવ્યા છે.

સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં એસ.એસ.સીના સુખસર, નૂતન વિધાલય, પીપેરો, રાજ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, દુધિયા, માધ્યમિક શાળા, દાસા નેહરૂ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, રાછરડા,આદિવાસી માધ્યમિક શાળા અને સાગટાળા સર્વોદય વિધામંદિર,, જયારે એચ.એચ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષા કેન્દ્રો પૈકી સુખસર નૂતન વિધાલય કતવારા, સ્વ.એસ.વી.હાડાં, માધ્યમિક શાળા, દુધિયા, માધ્યમિક શાળા અને દાસા નેહરુ ઉત્તરબુનિયાદી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે.

 જયારે ઝાલોદ, ગાંગરડી, કારઠ, લીમડી પરીક્ષા કેન્દ્રોના સ્ટાફને ફેરબદલ કરવા સુનિશ્વિત કરવામાં આવ્યું હતું.

 આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંધ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એમ.ખાંટ, સમિતિના સભ્યો, સંલગ્ન અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.  

                                                           ૦૦૦૦૦૦૦૦૦૦

Leave a Reply