home based business for women, housewife, online selling, teaching class, YouTube video

ઘરે બેસી બિઝનેસ કરવાના ideas : ખાસ ગૃહિણીઓ માટે

ઘરે બેસી આવક કરવાની સંભાવનાઓ

ઘર બેઠા વ્યાપાર, વગર રોકાણે અથવા તો ખુબ ઓછા રોકાણ સાથે શરૂ કરી શકાય છે અને ખૂબ ઓછા સમયની જરૂર છે. આજકાલ ગૃહિણીઓ અને માતાઓ ઘર બેસીને વ્યવસાય કેમ કરવો તેવો વિચાર કરતા થઇ ગયા છે. જેથી તેઓ ફાજલ સમયનો ઉપયોગ કરીને વ્યવસાય કરીને વધુ પૈસા કમાવવા માટે આતુર છે. ગૃહિણી તરીકે તમારે તમારા પરિવાર અને બાળકોને પણ પૂરતો સમય આપવો પડે છે. તેથી, ચાલો આપણે શ્રેષ્ઠ ઘરેલું વ્યાપાર કેમ કરવો નજર કરીએ કે જે તમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી શકે.

કહેવાય છે ને કે પૈસો ભગવાન તો નથી પણ તેનાથી ઓછો પણ નથી. ખાસ કરીને જ્યારે તમે મોટા શહેરમાં રહેતા હો અને દરેક વસ્તુ માટે તમારે ઘણા બધા પૈસા ચૂકવવા પડતા હોય છે અને કદાચ આજની ગૃહિણી ઘર ચલાવવાની સાથે પોતાના પતિની નાણાકીય મદદ પણ કરવા ઈચ્છે છે.અને ખાસ કરીને પોતાની ખાસ આવડત અને ટેલેન્ટ નો ઉપયોગ કરવા માંગે છે.

તો ચાલો આપણે કૈંક અવાજ બિઝનેસ વિષે જાણીએ, જેના દ્વારા આજની સ્માર્ટ ગૃહિણીઓ ધારે બેસીને પૈસા કમાઈ શકે.

કુકીંગ ક્લાસીસ

ગૃહિણીઓ અને મમ્મીનું ખાસ અને પસંદીદા વ્યાપાર રસોઈ ક્લાસ છે, તદુપરાંત આ એક મહિલા આધારિત વ્યાપાર છે. રસોઈ વર્ગ શરૂ કરવા માટે, તમારું રાંધણ કૌશલ્ય ખૂબ જ સારૂ હોવું જોઈએ. તમારે આ વ્યવસાય શરૂ કરવા માટે બહુવિધ રાંધવાની સગવડ અને એક નાની જગ્યાની જરૂર છે.

 ફેશન ડિઝાઇનીંગ

આજકાલ ફેશન ડિઝાઇનીંગનું એક આધુનિક વલણ ઉભરી આવ્યું છે. ડિઝાઇનર વસ્ત્રો પહેરવાનો શોખ વધતો જાય છે. ફેશન વિશેનું જ્ઞાન હોય એવી મહિલાઓ આ વ્યવસાય માં પોતાનું નસીબ અજમાવી શકે છે. પોતાના ઘરમાં જ એક નાનો ફેશન સ્ટોર લોન્ચ કરી પૈસા કમાઈ શકે છે. આ સિવાય ફેશન ડિઝાઇનિંગ ના કોર્સ પણ ચલાવી શકે છે.

ઓનલાઇન વેચાણ

આજકાલ ઇન્ટરનેટ પર નવી તથા જૂની સામગ્રીનું વેચાણ ખુબ સરળતાથી કરી શકાય છે. તમે તમારી આવડત અને ટેલેન્ટ પ્રમાણે નવી નવી વસ્તુઓ બનાવી શકો છો જેમકે – ડિઝાઇનર કપડાં, પર્સ, સુંદર ચિત્રો, વગેરે. આ ઉપરાંત તમે તમારા ઘરમાં પડેલી જૂની અને બિન જરૂરી વસ્તુઓ પણ ઓનલાઇન વેચી શકો છો. જો તમારામાં સરસ માર્કેટિંગ કુશળતા હોય તો ઓનલાઇન વેચાણ દ્વારા ખુબ સારા પૈસા કમાઈ શકો છો. ઑનલાઇન વેચાણ કરવા માટે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ,વગેરે વેબસાઈટ નો ઉપયોગ કરી શકો છો.અથવા પોતાની ઓનલાઇન વેબસાઈટ  બનાવીને પણ કરી શકો છો.

ટ્યુશન ક્લાસિસ

જો તમે ટીચિંગ નો શોખ રાખતા હો તો ટ્યુશન ક્લાસિસ તમારા માટે એક સારો વિકલ્પ છે. અને ટ્યુશન ક્લાસિસ શરુ કરવા માટે રોકાણની કોઈ જરૂર હોતી નથી. જો તમારી શિક્ષણ કુશળતા ખરેખર ખુબ સારી હોય અથવા તમે તેને હજુ વધારે સુધારી શકતા હો તો તમે ખૂબ જ સારા નાણાં કમાઈ શકો છો. અને આ એક એવો બિઝનેસ છે જેમાં કોઈ રીશેસન સમય નથી હોતો.

આજકાલ તમે ઓનલાઇન ટ્યુશન પણ લઇ શકો છો. આના માટે તમે ગુગલ પાર સર્ચ કરી શકો છો. અથવા તમે TutorCity.in, Tutor India, OkTutor.net  જેવી વેબસાઈટ પર ઓનલાઇન ટયુટર બનવા માટે અરજી કરી શકો છો.

YouTube વિડિઓઝ

આ ખૂબ જ સારી અને નવી રીતે કામની કરવાની રીત છે. સ્માર્ટ ગૃહિણીઓ આ બિઝનેસ દ્વારા સારી આવક સાથે સારી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી શકે છે. આના માટે તમારી પાસે વિડિઓ રેકોર્ડિંગ કૅમેરા અથવા મોબાઇલની જરૂર પડશે. જેનાથી તમે તમારા વિડિઓ બનાવી YouTube પર અપલોડ કરી શકો.

જેમ કે આપણે બધા જ યુ ટ્યુબ પર વિડિઓ જોતા હૉઈએ છીએ. તે જ રીતે તમે તમારી આવડત પ્રમાણે વિડિઓ બનાવી યુ ટ્યુબ પર મૂકી પૈસા કમાઈ શકો છો, જેમકે – સારી રેસિપી, સારી સારી પ્રકાર ના નાસ્તા બનાવતા શીખવતો વિડિઓ બનાવી શકો છો. કોઈ સરસ બ્યુટી ટિપ્સ વિષે પણ વિડિઓ બનાવી શકો છો.

બ્યુટી પાર્લર

તમે ઘણી મહિલાઓને ઘરે બેસી બ્યુટી પાર્લર ચલાવતા જોયા હશે. અથવા આપણી આજુબાજુની સોસાયટી કે ફળિયામાં બ્યુટી પાર્લરનું બોર્ડ તો જોયુંજ હશે. જો તમારામાં સારો સ્કિલ હશે અને તમારું ગૃહો સારું હશે તો તમે બ્યુટી પાર્લર ના બિઝનેસ થી ઘરે બેઠા ખુબ સારી અવાક મેળવી શકો છો. જો તમારી પાસે આ કામ નો અનુભવ ના હોય તો કોઈ સારા ક્લાસિસ માં જઈ થોડી ટ્રેનિંગ લઇ અને પછી પણ બ્યુટી પાર્લર શરુ કરી શકો છો.

ટિફિન સેવા

આપણે સૌ જાણીએ છીએ કે અન્ય શહેરો માંથી ઘણા લોકો અહીં આપણા શહેર માં આવતા હોય છે જેમાં નોકરી કરતા લોકો તેમજ કોલેજ ના સ્ટુડન્ટ્સ પણ હોય છે. એવામાં જો આ બહારથી આવતા લોકોને ઘર જેવું ભોજન મળી જાય તો કેવું સરસ!

આજ કારણસર, આજકાલ ટિફિન સર્વિસનું ચલણ વધતું જાય છે. ગૃહિણીઓ ઘરે બેઠા ટિફિન સર્વિસ શરુ કરીને પોતાની આવકમાં વધારો કરી શકે છે.

આ સિવાય પણ બીજા ઘણા બિઝનેસ હોઈ શકે છે જેના દ્વારા તમે ઘરે બેસી આવક શરુ કરી શકો છો. ટૂંકમાં જો આપણે આપણી આજુબાજુ નજર કરીશું તો ઘરે બેસી આવક કરવાની ઘણી બધી સંભાવનાઓ જોવા મળશે.

Comments

  dhaval

  (15/02/2018 - 10:47 am)

  bahu saras

  Mayur

  (17/02/2018 - 11:03 pm)

  Good

Leave a Reply