Devgadh Bariya Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/devgadh-bariya/ Step Towards Digital India Mon, 09 Dec 2024 12:42:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Devgadh Bariya Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/devgadh-bariya/ 32 32 પીપલોદના બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો. https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%81%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87%e0%aa%97%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%b6%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4-%e0%aa%ad/ https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%81%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87%e0%aa%97%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%b6%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4-%e0%aa%ad/#respond Mon, 09 Dec 2024 12:42:29 +0000 https://digitaldahod.in/?p=1411 દાહોદ તા.09/12/2024 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ વિસ્તારમા બેફામ રીતે પ્રતિબંધીત વિદેશી દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા લીસ્ટેડ બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ અટકાયત કરી દાહોદ LCB પોલીસે ભાગનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે. દાહોદ જીલ્લો વિદેશી દારુની છુટછાટ ધરાવતા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો જીલ્લો હોવાથી દાહોદ જીલ્લાના […]

The post પીપલોદના બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો. appeared first on Digital Dahod.

]]>
દાહોદ તા.09/12/2024

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ વિસ્તારમા બેફામ રીતે પ્રતિબંધીત વિદેશી દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા લીસ્ટેડ બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ અટકાયત કરી દાહોદ LCB પોલીસે ભાગનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.

દાહોદ જીલ્લો વિદેશી દારુની છુટછાટ ધરાવતા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો જીલ્લો હોવાથી દાહોદ જીલ્લાના બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપી અવનવા કિમીયાઓ અપનાવી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનો ઉપયોગ કરી મોટા પ્રમાણમા વિદેશી દારુ ઘુસાડતા હોય છે, ત્યારે આવા બુટલેગરો અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા તેમજ આવી પ્રવૃત્તિઓમા વારંવાર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાગારોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામા આવતી હોય છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ LCB પોલીસે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ અને વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગર જશુ ઉર્ફે જશવંત ભીમજી ભરવાડ (રહે.પંચેલા, ભરવાડ ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ની પાસા ધારા હેઠળ અટકાયત કરી હતી. ત્યારે આ આરોપીના દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા કાયદા હેઠળ વોરંટ ઈશ્યુ કરતાં જશુ ઉર્ફે જશવંત ભરવાડને દાહોદ LCB પોલીસે જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપ્યો છે.

The post પીપલોદના બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%aa%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%81%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87%e0%aa%97%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%b6%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4-%e0%aa%ad/feed/ 0
આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8/ https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8/#respond Mon, 13 Feb 2023 09:01:13 +0000 https://digitaldahod.in/?p=1095 દિપેશ દોશી – દાહોદ, તા.13/02/2023 દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને રોકવા તથા 3D (દહેજ – દારુ- ડીજે) ને દૂર કરવા માટેના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના માનનીય મંત્રી (આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો.કુબેરભાઈ ડીંડોરે સમાજના આગેવાનો સાથે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે […]

The post આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ appeared first on Digital Dahod.

]]>
દિપેશ દોશી – દાહોદ, તા.13/02/2023

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને રોકવા તથા 3D (દહેજ – દારુ- ડીજે) ને દૂર કરવા માટેના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના માનનીય મંત્રી (આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો.કુબેરભાઈ ડીંડોરે સમાજના આગેવાનો સાથે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ચર્ચા વિચારણા બેઠકમાં હાજરી આપી હતી. બિરસા મુંડા ભવન દાહોદના મેનેજીંગ ટ્રસ્ટી ડો. કે.આર. ડામોરે તથા અન્ય આગેવાનો દ્વારા માનનીય મંત્રીનુ નોટ બુકો તેમજ આદિવાસી ઝુલડી અને તીર કામઠું ભેટ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું. માનનીય મંત્રીએ સમાજની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૩૩ મુદ્દાના મુસદ્દારૂપ બંધારણ પર સમાજના ઉપસ્થિત આગેવાનો સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરી હતી. કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા અને આ બંધારણને આવકાર્યું હતું.

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ તથા ભીલ સમાજ પંચ દાહોદ તેમજ અન્ય સંગઠનો તથા આગેવાનો એ સાથે મળીને તૈયાર કરેલા ત્રણ જીલ્લા માટેના આ લગ્ન બંધારણનો અમલ કરવા – કરાવવામાં તેમના તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બંધારણનો અસરકારક અમલ કરવા માટે સમૂહ લગ્નોનું આયોજન કરવા માટે પણ તેમણે હાકલ કરી હતી. સમૂહ લગ્નોમાં સરકાર તરફથી ચાલતી યોજનાઓનો પણ લાભ મળી શકશે તેમ જણાવ્યું હતું. આ કામગીરી કરવા બદલ સમગ્ર ટીમ તથા બિરસા મુંડા ભવન ને સફળતા ની શુભકામનાઓ પાઠવી હતી.

માનનીય મંત્રીએ આદિજાતિ વિકાસ અને શિક્ષણના મુદ્દે પણ આદિવાસી સમાજને ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા અને આદિવાસી હસ્તકલાના માધ્યમથી સૌની સાથે હરિફાઈ કરવા માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ તથા આદિજાતિ વિકાસને લગતા સમાજને ફાયદાકારક લાગતા હોય તેવા કોઈપણ સૂચનો કે મંતવ્યો હોય તો તેઓના ધ્યાનમાં લાવવા માટે સૌ ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરી હતી. ખાસ કરીને આપણા વિસ્તારમાં શિક્ષણની જવાબદારી જ્યારે આપણા સમાજના જ મોટાભાગના શિક્ષક મિત્રો સંભાળી રહ્યા છે અને તેઓ સ્થાનિક કક્ષાએ નોકરી કરી રહ્યા છે ત્યારે સૌએ ખુબ નિષ્ઠાપૂર્વક મહેનત કરીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ અને તે રીતે સમાજમાં શિક્ષણની ગુણવત્તા વધુ ઉંચે લઈ જવામાં કમર કસવી જોઈએ તેમ જણાવ્યું હતું. શિક્ષણ ને લગતા કોઈપણ કામે ગમે ત્યારે તેઓ સમાજને ઉપલબ્ધ રહેશે તેની ખાતરી આપી હતી. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના કન્વિનર આર.એસ.પારગીએ માનનીય મંત્રીનો આભાર માન્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

The post આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8/feed/ 0
દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડ્યાં https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%ae%e0%aa%be-%e0%aa%a8%e0%aa%95%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%ae%e0%aa%be-%e0%aa%a8%e0%aa%95%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/#respond Thu, 09 Feb 2023 06:39:22 +0000 https://digitaldahod.in/?p=1087 તારીખ.09/02/2023 દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યો ઝડપાયા છે. જાગશે ગુજરાત ન્યૂઝના પત્રકાર અને દાહોદ SOG પોલીસની ખોટી ઓળખ આપી, રોફ જમાવી તોડ કરતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડયા છે. પાંચ ઈસમોએ પત્રકાર અને SOG પોલીસનો સ્વાંગ રચીને દશ દિવસ અગાઉ પીપલોદના ગુણા ગામના એક વ્યક્તિને […]

The post દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડ્યાં appeared first on Digital Dahod.

]]>
તારીખ.09/02/2023

દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યો ઝડપાયા છે. જાગશે ગુજરાત ન્યૂઝના પત્રકાર અને દાહોદ SOG પોલીસની ખોટી ઓળખ આપી, રોફ જમાવી તોડ કરતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડયા છે.

પાંચ ઈસમોએ પત્રકાર અને SOG પોલીસનો સ્વાંગ રચીને દશ દિવસ અગાઉ પીપલોદના ગુણા ગામના એક વ્યક્તિને તમે બે નંબરના ખોટા ધંધા કરો છો, તમારા ઉપર કેસ દાખલ થશે, અને પેપરમા ફોટા સાથે તમારા નામ આવશે તેવી ધમકી આપી ફોટા પાડી નકલી પત્રકાર અને પોલીસ બની રોફ જમાવી રૂ.105000/- પડાવી લીધા હતા. જે બાબતે પિપલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા, પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમા દાહોદ LCB એ મળેલ માહિતીના આધારે નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના 3 સભ્યો વાંકિયા ગામના બાબુભાઈ જીમાલભાઈ મોહનીયા, ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામના રમેશભાઈ મગનભાઈ દહમા, ચિલાકોટા ગામના નરેશભાઈ જુવાનસિંગ તડવીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 3 મોબાઇલ,1 બોલેરો ગાડી અને જાગશે ગુજરાત ન્યૂઝ નામના આઈકાર્ડ તેમજ રોકડા રૂપિયા કબ્જે કર્યા છે.

The post દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડ્યાં appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%ae%e0%aa%be-%e0%aa%a8%e0%aa%95%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/feed/ 0