Exclusive News Archives - Digital Dahod https://digitaldahod.in/category/exclusive-news/ Step Towards Digital India Tue, 09 Jan 2024 11:04:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Exclusive News Archives - Digital Dahod https://digitaldahod.in/category/exclusive-news/ 32 32 ગાંગરડીમાં કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%b0%e0%aa%a1%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%ab%81%e0%aa%95/ https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%b0%e0%aa%a1%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%ab%81%e0%aa%95/#respond Mon, 08 Jan 2024 04:11:10 +0000 https://digitaldahod.in/?p=1290 ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉતરાયણના પર્વ દરમ્યાન કાચના પાવડરનો ઉપયોગ કરી તૈયાર કરેલ પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી, માંઝાને કારણે માનવ, પશુ, પક્ષીઓને ઇજા પહોંચવાના તથા મૃત્યુ થવાના અનેક બનાવો બને છે. જેથી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી, માંઝાનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા ગરબાડા પોલીસે ગરબાડા, […]

The post ગાંગરડીમાં કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો appeared first on Digital Dahod.

]]>
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉતરાયણના પર્વ દરમ્યાન કાચના પાવડરનો ઉપયોગ કરી તૈયાર કરેલ પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી, માંઝાને કારણે માનવ, પશુ, પક્ષીઓને ઇજા પહોંચવાના તથા મૃત્યુ થવાના અનેક બનાવો બને છે. જેથી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી, માંઝાનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા ગરબાડા પોલીસે ગરબાડા, ગાંગરડીમાં દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.

ત્યારે, ચોક્કસ બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઇ. જે.એલ.પટેલે તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગાંગરડી ગામે કરીયાણાની દુકાન ચલાવતા પંકજકુમાર ચંન્દ્રવદન શાહની દુકાનમા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન દુકાનમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી મળી આવી હતી. જેથી ગરબાડા પોલીસે પંકજકુમાર ચંન્દ્રવદન શાહને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Priyank Darji @ Editor & Channel Head Digital Dahod

The post ગાંગરડીમાં કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%b0%e0%aa%a1%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%ab%81%e0%aa%95/feed/ 0
દાહોદમાં તલાટીની પરીક્ષા દરમિયાન પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%be%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%be%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be/#respond Mon, 08 May 2023 04:06:13 +0000 https://digitaldahod.in/?p=1200 પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો દાખલો બેસાડતી દાહોદ પોલીસ. દાહોદમાં તલાટીની પરીક્ષા દરમિયાન ત્રણ જુદા-જુદા બનાવોમાં પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી. પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરતા એક નહીં પરંતુ ત્રણ જેટલા બનાવ દાહોદ જિલ્લામાં સામે આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા ગતરોજ યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની કામગીરીમાં […]

The post દાહોદમાં તલાટીની પરીક્ષા દરમિયાન પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી. appeared first on Digital Dahod.

]]>

  • પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો દાખલો બેસાડતી દાહોદ પોલીસ.
  • દાહોદમાં તલાટીની પરીક્ષા દરમિયાન ત્રણ જુદા-જુદા બનાવોમાં પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી.

પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરતા એક નહીં પરંતુ ત્રણ જેટલા બનાવ દાહોદ જિલ્લામાં સામે આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા ગતરોજ યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની કામગીરીમાં રહેલી દાહોદ જિલ્લા પોલીસે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોની જુદી જુદી રીતે મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

દાહોદ જિલ્લાના ચાર તાલુકા મથકો પર 59 જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. આ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષામાં દાહોદ જિલ્લામાં 21,090 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષાની તૈયારીઓને લઈને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા બે દિવસથી પેટ્રોલિંગ તેમજ બંદોબસ્તમાં હતી. તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા નિર્વિઘ્ને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે છેલ્લા બે દિવસથી રાત દિવસ પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી. ત્યારે ગતરોજ પરીક્ષા દરમિયાન ત્રણ જુદા જુદા બનાવોમાં પોલીસે પોતાની ફરજની સાથે સાથે માનવતાનો અભિગમ અપનાવી ઉમેદવારોને મદદ કરી એક તરફ માનવતાની મહેક પ્રસરાવી હતી. તો બીજી તરફ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે ઉક્તિ પણ સાર્થક કરી હતી.

દાહોદના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ હતી તે પરીક્ષામાં ગરબાડા તાલુકાના સરપંચ ફળિયામાં રહેતા દિનેશભાઈ મનાભાઈ ભુરીયા કે જેવો બંને પગે વિકલાંગ હોવાથી તેઓનો નંબર પરીક્ષા કેન્દ્ર નવજીવન સાયન્સ કોલેજમાં આવ્યો હતો. તેથી તેઓ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે આવ્યા હતા, જ્યાં કેન્દ્રમાં એન્ટ્રીનો સમય ખૂબજ નજીક હોવાથી તેઓ ધોમધખતા તાપમાં બંને હાથ વડે પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા. તે સમયે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરૂભાઈ સંગાડાની નજર આ દિવ્યાંગ વિદ્યાર્થી પર પડી હતી. જેથી તેઓએ એક પળનો પણ વિલંબ કર્યા વગર દિનેશભાઈ ભુરીયાની વહારે આવ્યા હતા અને તેઓને બંને હાથે ઉચકીને છેક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડીને આવ્યા હતા. એટલું જ નહીં પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ કોન્સ્ટેબલે પુનઃ આ દિવ્યાંગ વિદ્યાર્થીને ઊંચકીને પરીક્ષા કેન્દ્રથી ગેટની બહાર તેના વ્હીકલ સુધી મૂકી આવ્યા હતા. તે સમયે આ દ્રશ્ય નજરે જોનારા લોકોએ આ કોન્સ્ટેબલની કામગીરીને હર્ષભેર બિરદાવી લીધી હતી.

The post દાહોદમાં તલાટીની પરીક્ષા દરમિયાન પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%be%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be/feed/ 0