Video News Archives - Digital Dahod https://digitaldahod.in/category/video-news/ Step Towards Digital India Tue, 05 Dec 2023 05:59:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Video News Archives - Digital Dahod https://digitaldahod.in/category/video-news/ 32 32 પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લીધા https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%95%e0%aa%85%e0%aa%aa-%e0%aa%97%e0%aa%be%e0%aa%a1%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0/ https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%95%e0%aa%85%e0%aa%aa-%e0%aa%97%e0%aa%be%e0%aa%a1%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0/#respond Tue, 05 Dec 2023 05:59:57 +0000 https://digitaldahod.in/?p=1274 પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લઈ, ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગરબાડા પીએસઆઇ જે.એલ.પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, એક સફેદ કલરની જીજે.૨૦.એક્સ.૪૩૮૦ નંબરની પિકઅપ ગાડીમાં ગૌવંશને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક ત્રાસદાયક રીતે બાંધીને ગરબાડા થઈ ધાનપુર તરફ કતલ […]

The post પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લીધા appeared first on Digital Dahod.

]]>

પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લઈ, ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ગરબાડા પીએસઆઇ જે.એલ.પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, એક સફેદ કલરની જીજે.૨૦.એક્સ.૪૩૮૦ નંબરની પિકઅપ ગાડીમાં ગૌવંશને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક ત્રાસદાયક રીતે બાંધીને ગરબાડા થઈ ધાનપુર તરફ કતલ કરવા સારું લઈ જનાર છે.

જે મળેલ બાતમીના આધારે, ગરબાડા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો ગરબાડાની માધ્યમિક શાળા નજીક વોચ રાખી ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળી પીકઅપ ગાડી આવતા, ગાડીના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી સાઇટમા ઉભી રાખી ગાડીનો ચાલક તથા તેની સાથેનો ઇસમ ભાગવા લાગેલ. પોલીસે પીછો કરી ગાડીના ચાલક અબરૂભાઈ ચંદુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે પીકઅપ ગાડીમાં તપાસ કરતા, પીકઅપ ગાડીમાં ઘાસચારાની કે પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા કર્યા વગર, દોરડાથી ક્રૂરતાપૂર્વક, દયનીય રીતે બાંધેલા ચાર ગૌવંશ મળી આવ્યા હતા.

જેથી પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતાં, મધ્યપ્રદેશના ભાંડાખેડાના દરિયા સળિયા ડામોર સસ્તા ભાવે ગાયો કતલ કરવા માટે વેચતો હોય જેથી તેની પાસેથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે પીકઅપ ગાડી તેમજ ચાર ગાયો કબ્જે લઈ પિકઅપ ગાડીના ચાલક ધાનપુરના મોટી મલુ ગામના અબરૂભાઈ ચંદુભાઈ મેડા સહિત અન્ય બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The post પીકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ચાર ગૌવંશને ગરબાડા પોલીસે બચાવી લીધા appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%aa%e0%ab%80%e0%aa%95%e0%aa%85%e0%aa%aa-%e0%aa%97%e0%aa%be%e0%aa%a1%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0/feed/ 0
વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. https://digitaldahod.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2/ https://digitaldahod.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2/#respond Wed, 09 Aug 2023 06:18:56 +0000 https://digitaldahod.in/?p=1251 ગરબાડા તા.૦૯/૦૮/૨૦૨૩ વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના રોજ આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના કુલ 32 ગામોમાં ગામ દીઠ 100 આંબા […]

The post વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>

ગરબાડા તા.૦૯/૦૮/૨૦૨૩

વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના રોજ આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના કુલ 32 ગામોમાં ગામ દીઠ 100 આંબા અને વ્યક્તિદીઠ એક આંબાની કલમ તેમાં પણ દિવ્યાંગ વ્યક્તિ અને વિધવા મહિલાઓને પ્રાથમિકતા આપી વલસાડથી કેસર કેરીના આંબાની કલમ લાવી તેનું વિતરણ તદ્દન ફ્રી એટલે કે નિશુલ્ક કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ જિલ્લા અલગ અલગ નવા નવા ગામોમાં / વિસ્તારમાં કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ ગરબાડા, દાહોદ અને ધાનપુર જ્યાં વિસ્તારોમાં ગ્રીનરી થાય લોકો ઘર આંગણે કેસર કેરી ખાતા થાય અને ભવિષ્યમાં જો આબોહવા માફક આવે તો આંબાવાડી કરી લોકો રોજગારી તરફ આગળ વધે અને એક ગ્રીન ક્રાંતિની શરૂઆત થાય બસ એ જ એક પ્રયાસ અનુલક્ષીને કાર્યક્રમ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત અને અમુક મધ્યપ્રદેશના પટેલિયા સમાજના સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ, પ્રાઇવેટ નોકરી કરતા વ્યક્તિઓ, રિટાયરમેન્ટ તેમજ બિઝનેસ રોજગાર કરતા વ્યક્તિઓ દ્વારા આદિજાતિ પટેલીયા સમાજ ટ્રસ્ટ જેનો રજીસ્ટ્રેશન નંબર છે A-3333 તેમાં રજીસ્ટર થયેલા એકાઉન્ટ નંબરમાં ઓનલાઇન પેમેન્ટથી પૈસા નું સ્વેચ્છિક દાન લેવામાં આવે છે. કાર્યક્રમને અનુલક્ષીને સમાજના સભ્યો યથાશક્તિ દાન આપે છે. અને તમામના સહકારથી આ એક ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે.

અગાઉ પણ વિશ્વ આદિવાસી દિવસ માટે વડોદરામાં તમામ સમાજ એક થાય તેના માટે એક બાઈક રેલી કરી વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ, આરોગ્ય વગેરે અને પ્રકૃતિના જતનનો મેસેજ આપ્યો છે. વડોદરા જેવા શહેરમાં ટ્રી પ્લાન્ટેશન, બ્લડ ડોનેશન કેમ્પ, પૂરગ્રસ્ત સ્થિતિમાં મેડિકલ કેમ્પ અને રાહત સામગ્રી સહાય સાથે સાથે કોરોના સમયમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલ હતી તેમાં દર્દીઓને ગરમીમાં રાહત થાય તે માટે 50 ટેબલ ફેનનુ પણ દાન આપેલ છે. અને એ સમયે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજમાં પણ 15 પંખાનું દાન આપેલ છે. સાથે સાથે અન્ય દાતાશ્રીના સહકારથી ગરબાડા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન કન્સન્ટ્રેશન મશીન તેમજ નાની મોટી સહાય કરેલ છે.

આ સંસ્થાએ નોકરી માટેની તૈયારી કરતા દાહોદના વિદ્યાર્થીઓ માટે જીપીએસસીની મોક એકઝામનું પણ આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડેલ છે. દાહોદ, ગરબાડા, ઝાલોદ, લીમખેડા કે વડોદરાની આસપાસથી આવતા દર્દીઓને જ્યાં પણ બ્લડની જરૂર પડે તો જે પ્રમાણે વ્યવસ્થા થાય એ પ્રમાણે મદદરૂપ થવું આ તમામ કામગીરી કરવામાં આવે છે. ઉપરોક્ત સંસ્થા તમામ કાર્ય લોકફાળા અને લોક ભાગીદારીથી કરતી સંસ્થા છે, અને દરેક સમાજ માટે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય અને પ્રકૃતિનું રક્ષણ અને પ્રકૃતિનું જતન કરવું.

The post વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2/feed/ 0
દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/#respond Tue, 20 Jun 2023 12:12:06 +0000 https://digitaldahod.in/?p=1235 દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ […]

The post દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા appeared first on Digital Dahod.

]]>

દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી, અને પહિંદ વિધિ કરી હતી, ત્યારબાદ રથને ખેંચીને રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

રથયાત્રામા અખાડા તેમજ વિવિધ 20 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. હજારોની સંખ્યામા ભક્તો રથયાત્રામા જોડાયા હતા, અને જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના જયઘોષથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રાને લઈ શહેરીજનોમા પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળ્યા હતા, ત્યારે ઘર બેઠા દર્શન આપવા આવેલા ભગવાનનું ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

The post દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/feed/ 0
ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડયા. https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%86%e0%aa%b8%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5/ https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%86%e0%aa%b8%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5/#respond Sat, 18 Mar 2023 10:36:44 +0000 https://digitaldahod.in/?p=1154 વનરાજ ભુરીયા, ગરબાડા, તા.18/03/2023 સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થતી હોય છે અને ખેતરોમાં પણ મહત્ત્વના પાકો આજ સિઝનમાં તૈયાર થાય છે. એવામાં જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ થાય છે. હવામાન વિભાગે ૧૫ થી ૧૯ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી ગરબાડા […]

The post ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડયા. appeared first on Digital Dahod.

]]>
વનરાજ ભુરીયા, ગરબાડા, તા.18/03/2023

સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થતી હોય છે અને ખેતરોમાં પણ મહત્ત્વના પાકો આજ સિઝનમાં તૈયાર થાય છે. એવામાં જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ થાય છે. હવામાન વિભાગે ૧૫ થી ૧૯ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી ગરબાડા તાલુકાના વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગરબાડા નગર સહિત તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડયા હતા. જેના કારણે ખેતીવાડીને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કેટલાક ખેડૂતો ખેતરોમા તૈયાર પડેલ પાકને બચાવવા માટે પાકના ઢગલા કરી તાડપત્રી નાખતા જોવા મળ્યા હતા.

હાલ ખેતરમાં ઘઉં, ચણા, કપાસ નો પાક તૈયાર પડ્યો છે. ત્યારે આ પાકને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ ખેડૂતે ખેતરમાં મહા મહેનતે મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી સારી માવજત કરી પાક તૈયાર કર્યો અને બસ હવે પાક લેવાની તૈયારી છે, ત્યાં અચાનક જાણે કુદરત પણ રાજીના હોય એમ ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

આમ, ખેડૂતને માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. બદલાતા હવામાનના કારણે તાવ શરદી અને ઉધરસ જેવા રોગોને પણ આમંત્રણ મળે છે. આમ કમોસમી વરસાદથી ખેતી સહિત રોગચાળાનો પણ ભય રહેલો છે. ત્યારે હજુ પણ આગામી એક દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે.

The post ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડયા. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%86%e0%aa%b8%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5/feed/ 0
ગરબાડા નગરમાં ગલાલીયા હાટનો મેળો ભરાયો, મેળાની મોજ માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું. https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%b9%e0%aa%be/ https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%b9%e0%aa%be/#respond Sun, 05 Mar 2023 11:36:29 +0000 https://digitaldahod.in/?p=1145 વનરાજ ભુરીયા, ગરબાડા તા.05/03/2023 ગરબાડા નગરમા હોળીના તહેવાર પૂર્વે ભરાતા છેલ્લા હાટને ગલાલિયો હાટ કહેવામા આવે છે. આ મેળામાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આદિવાસી સમાજના લોકો મજૂરી અર્થે બહાર ગામ વસતા હોય છે, પરંતુ હોળીના પર્વની ઉજવણી કરવા માદરે વતન આવી હોળીના તહેવારની ખરીદી કરવા હોળીના તહેવાર પૂર્વે ભરાતા છેલ્લા […]

The post ગરબાડા નગરમાં ગલાલીયા હાટનો મેળો ભરાયો, મેળાની મોજ માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું. appeared first on Digital Dahod.

]]>
વનરાજ ભુરીયા, ગરબાડા તા.05/03/2023

ગરબાડા નગરમા હોળીના તહેવાર પૂર્વે ભરાતા છેલ્લા હાટને ગલાલિયો હાટ કહેવામા આવે છે. આ મેળામાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આદિવાસી સમાજના લોકો મજૂરી અર્થે બહાર ગામ વસતા હોય છે, પરંતુ હોળીના પર્વની ઉજવણી કરવા માદરે વતન આવી હોળીના તહેવારની ખરીદી કરવા હોળીના તહેવાર પૂર્વે ભરાતા છેલ્લા હાટ બજારમા આવતા હોય છે. તેથી આ હાટને ગલાલિયો હાટ કહેવાય છે.

આ હાટ બજારમાં વાસથી બનાવેલા ટોપલા, સાવરણા, અનાજ મુકવા માટે વાંસથી વણેલી કોઠી જેને આદિવાસી બોલીમાં પોહરો કહેવામાં આવે છે, જેવી અનેક નાની મોટી ચીજવસ્તુઓ આદિવાસી સમાજના લોકો વેચાણ માટે લાવતા હોય છે તેમજ તેની ખરીદી પણ કરતા હોય છે. તેમજ બાળકો, મહિલાઓ, યુવતીઓ તેમજ યુવાનોએ મેળામા હીંચકે હિચવાની, ઝૂલે ખૂલવાની તેમજ ખાણીપીણીની મોજ માણી હતી.

The post ગરબાડા નગરમાં ગલાલીયા હાટનો મેળો ભરાયો, મેળાની મોજ માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%b9%e0%aa%be/feed/ 0
લીમખેડાનાં ખીરખાઈ ગામે કુવામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. https://digitaldahod.in/%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%ab%80%e0%aa%b0%e0%aa%96%e0%aa%be%e0%aa%88-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%95/ https://digitaldahod.in/%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%ab%80%e0%aa%b0%e0%aa%96%e0%aa%be%e0%aa%88-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%95/#respond Mon, 13 Feb 2023 11:22:39 +0000 https://digitaldahod.in/?p=1103 પ્રિયાંક ચૌહાણ – ગરબાડા, તા.13/02/2023 દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાના ખીરખાઈ (દેવધા) ગામના જોખનાભાઇ ડાંગીનાં કુવામાંથી મૃત હાલતમાં દીપડાની લાશ મળી આવી છે. કુવા ઉપર પાણી ભરવા આવેલી મહિલાને કુવામાં દીપડાનો મૃતદેહ તરતો જોવાતા તેને આસપાસના લોકોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. લોકોએ આ બાબતની જાણ જંગલ ખાતાને કરતાં RFO  સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી […]

The post લીમખેડાનાં ખીરખાઈ ગામે કુવામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. appeared first on Digital Dahod.

]]>
પ્રિયાંક ચૌહાણ – ગરબાડા, તા.13/02/2023

દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાના ખીરખાઈ (દેવધા) ગામના જોખનાભાઇ ડાંગીનાં કુવામાંથી મૃત હાલતમાં દીપડાની લાશ મળી આવી છે. કુવા ઉપર પાણી ભરવા આવેલી મહિલાને કુવામાં દીપડાનો મૃતદેહ તરતો જોવાતા તેને આસપાસના લોકોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. લોકોએ આ બાબતની જાણ જંગલ ખાતાને કરતાં RFO  સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દીપડાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃત હાલતમાં મળી આવેલ દીપડાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે કુવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી દીપડાનું મૃત્યુ થયું હોવાનું કારણ જાણવા મળ્યું છે.

જંગલ ખાતાનાં અધિકારીઓ અને ગામના સરપંચ તેમજ ગામ લોકોની હાજરીમાં મૃતક દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

The post લીમખેડાનાં ખીરખાઈ ગામે કુવામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%ab%80%e0%aa%b0%e0%aa%96%e0%aa%be%e0%aa%88-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%95/feed/ 0
આખલાઓનો આતંક : દાહોદના બસ સ્ટેશન ખાતે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા નાસ ભાગના દ્રશ્યો સર્જાયા https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%96%e0%aa%b2%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%95-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%b8-%e0%aa%b8/ https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%96%e0%aa%b2%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%95-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%b8-%e0%aa%b8/#respond Mon, 13 Feb 2023 10:05:56 +0000 https://digitaldahod.in/?p=1098 વિનય શાહ – દાહોદ, તા.13/02/2023 દાહોદ શહેરમા દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાહેર રસ્તાઓ ઉપર બાખડતા આખલાઓ છેલ્લા બે ત્રણ દિવસથી આતંક મચાવી રહ્યા છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાન બન્યા છે. બે દિવસ અગાઉ દાહોદના ગોધરા રોડ ખાતે રાત્રી દરમિયાન ફરવા નીકળેલા યુવકને આખલાએ […]

The post આખલાઓનો આતંક : દાહોદના બસ સ્ટેશન ખાતે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા નાસ ભાગના દ્રશ્યો સર્જાયા appeared first on Digital Dahod.

]]>
વિનય શાહ – દાહોદ, તા.13/02/2023

દાહોદ શહેરમા દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાહેર રસ્તાઓ ઉપર બાખડતા આખલાઓ છેલ્લા બે ત્રણ દિવસથી આતંક મચાવી રહ્યા છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાન બન્યા છે. બે દિવસ અગાઉ દાહોદના ગોધરા રોડ ખાતે રાત્રી દરમિયાન ફરવા નીકળેલા યુવકને આખલાએ પાછળથી મારતા તે ફંગોળાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યારે ગતરોજ સાંજના સમયે મુસાફરોથી ભરચક એવા દાહોદના બસ સ્ટેશન ખાતે બે આખલાઓનુ જાહેરમા યુદ્ધ જામતા બસ સ્ટેશન ઉપર લોકોની નાસ ભાગ મચી જવા પામી હતી.

ત્યારે સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લે અને દાહોદના શહેરીજનોને આખલાઓના તેમજ રખડતા પશુધનોના ત્રાસથી મુક્ત કરાવે તેવી લોક માંગ ઊઠવા પામી છે.

The post આખલાઓનો આતંક : દાહોદના બસ સ્ટેશન ખાતે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા નાસ ભાગના દ્રશ્યો સર્જાયા appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%96%e0%aa%b2%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%95-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%b8-%e0%aa%b8/feed/ 0
ટ્રકમાં સફેદ પાઉડરની આડમાં લઇ જવાતા રૂ.૪૭ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરતી દાહોદ LCB તથા કતવારા પોલીસ https://digitaldahod.in/%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%aa%e0%aa%be%e0%aa%89%e0%aa%a1%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%a1%e0%aa%ae/ https://digitaldahod.in/%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%aa%e0%aa%be%e0%aa%89%e0%aa%a1%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%a1%e0%aa%ae/#respond Mon, 13 Feb 2023 08:42:32 +0000 https://digitaldahod.in/?p=1092 દાહોદ, તા.13/02/2023 દાહોદ LCB તથા કતવારા પોલીસે ખંગેલા ગામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપરથી 47 લાખ ઉપરાંતની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ 77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની ધરપકડ કરી છે. દાહોદ LCB PI આર.સી. કાનમીયાની સુચના મુજબ LCB PSI આર.બી.ઝાલા સહિતની LCBની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, […]

The post ટ્રકમાં સફેદ પાઉડરની આડમાં લઇ જવાતા રૂ.૪૭ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરતી દાહોદ LCB તથા કતવારા પોલીસ appeared first on Digital Dahod.

]]>
દાહોદ, તા.13/02/2023

દાહોદ LCB તથા કતવારા પોલીસે ખંગેલા ગામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપરથી 47 લાખ ઉપરાંતની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ 77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની ધરપકડ કરી છે.

દાહોદ LCB PI આર.સી. કાનમીયાની સુચના મુજબ LCB PSI આર.બી.ઝાલા સહિતની LCBની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, તે સમયે PSI  એચ.બી.રાણા તથા કતવારા પોલીસ સ્ટેશના માણસો પણ પેટ્રોલીંગમા નિકળેલ હતા. તે દરમ્યાન LCB PI આર.સી.કાનમીયાને બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના મરૂન કલરના ટ્રક નંબર UP.94.T.0555 મા ઇગ્લીશ દારૂ ભરેલ છે. જે ટ્રક હાલ મધ્યપ્રદેશ બાજુથી દાહોદ, ગોધરા, અમદાવાદ થઇ રાજકોટ થઇ જુનાગઢ, પોરબંદર તરફ જનાર છે. જે બાતમીના આધારે LCB તથા કતવારા પોલીસે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકાવી તેમા તપાસ કરતા પોલીસને ટ્રકમાથી સફેદ પાઉડરની આડમા લઇ જવાતો રૂ.47,48,760 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 959 પેટીઓ જેમા 11508 નંગ બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે રૂ.47,48,760 ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ રૂ.77,53,760 નો મુદ્દામાલ કબ્જે કરી ગુજરાતમા દારૂ ઘુસાડતા ટ્રક ચાલક રાજસ્થાનના ઝાલોર જિલ્લાના મોહનલાલ ધીમારામ ઉર્ફે ઘીમારામજી બિશ્નોઇને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The post ટ્રકમાં સફેદ પાઉડરની આડમાં લઇ જવાતા રૂ.૪૭ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરતી દાહોદ LCB તથા કતવારા પોલીસ appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%aa%e0%aa%be%e0%aa%89%e0%aa%a1%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%a1%e0%aa%ae/feed/ 0
દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડ્યાં https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%ae%e0%aa%be-%e0%aa%a8%e0%aa%95%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%ae%e0%aa%be-%e0%aa%a8%e0%aa%95%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/#respond Thu, 09 Feb 2023 06:39:22 +0000 https://digitaldahod.in/?p=1087 તારીખ.09/02/2023 દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યો ઝડપાયા છે. જાગશે ગુજરાત ન્યૂઝના પત્રકાર અને દાહોદ SOG પોલીસની ખોટી ઓળખ આપી, રોફ જમાવી તોડ કરતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડયા છે. પાંચ ઈસમોએ પત્રકાર અને SOG પોલીસનો સ્વાંગ રચીને દશ દિવસ અગાઉ પીપલોદના ગુણા ગામના એક વ્યક્તિને […]

The post દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડ્યાં appeared first on Digital Dahod.

]]>
તારીખ.09/02/2023

દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યો ઝડપાયા છે. જાગશે ગુજરાત ન્યૂઝના પત્રકાર અને દાહોદ SOG પોલીસની ખોટી ઓળખ આપી, રોફ જમાવી તોડ કરતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડયા છે.

પાંચ ઈસમોએ પત્રકાર અને SOG પોલીસનો સ્વાંગ રચીને દશ દિવસ અગાઉ પીપલોદના ગુણા ગામના એક વ્યક્તિને તમે બે નંબરના ખોટા ધંધા કરો છો, તમારા ઉપર કેસ દાખલ થશે, અને પેપરમા ફોટા સાથે તમારા નામ આવશે તેવી ધમકી આપી ફોટા પાડી નકલી પત્રકાર અને પોલીસ બની રોફ જમાવી રૂ.105000/- પડાવી લીધા હતા. જે બાબતે પિપલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા, પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમા દાહોદ LCB એ મળેલ માહિતીના આધારે નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના 3 સભ્યો વાંકિયા ગામના બાબુભાઈ જીમાલભાઈ મોહનીયા, ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામના રમેશભાઈ મગનભાઈ દહમા, ચિલાકોટા ગામના નરેશભાઈ જુવાનસિંગ તડવીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 3 મોબાઇલ,1 બોલેરો ગાડી અને જાગશે ગુજરાત ન્યૂઝ નામના આઈકાર્ડ તેમજ રોકડા રૂપિયા કબ્જે કર્યા છે.

The post દાહોદ જિલ્લામા નકલી પોલીસ અને પત્રકાર બની તોડ કરતી ટોળકીના ત્રણ સભ્યોને દાહોદ LCB એ ઝડપી પાડ્યાં appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%ae%e0%aa%be-%e0%aa%a8%e0%aa%95%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/feed/ 0
દાહોદ પોલીસે ચોરીની ત્રણ ક્રૂઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત કરચટ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3/#respond Mon, 06 Feb 2023 08:39:23 +0000 https://digitaldahod.in/?p=1080 તારીખ.06/02/2023 દાહોદ LCB તથા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરીની ત્રણ ક્રૂઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત કરચટ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. દાહોદ LCB PI આર.સી.કાનમિયા તથા તેમના LCB સ્ટાફના માણસો તેમજ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના PSI એન.એન.પરમાર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની સંયુક્ત ટીમ રામપુરા ગામે હાઇવે રોડથી માતવા ગામ […]

The post દાહોદ પોલીસે ચોરીની ત્રણ ક્રૂઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત કરચટ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા appeared first on Digital Dahod.

]]>
તારીખ.06/02/2023

દાહોદ LCB તથા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરીની ત્રણ ક્રૂઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત કરચટ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે.

દાહોદ LCB PI આર.સી.કાનમિયા તથા તેમના LCB સ્ટાફના માણસો તેમજ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના PSI એન.એન.પરમાર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની સંયુક્ત ટીમ રામપુરા ગામે હાઇવે રોડથી માતવા ગામ તરફ જતા રોડ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી GJ.06.KH.7246 નંબરની સિલ્વર કલરની ક્રુઝર ગાડીમા બેઠેલા ચાલક સહિત ત્રણ જણાની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસની ટીમે તે ગાડી રોકી ગાડીના કાગળિયા માંગતા તે ગાડીના ચાલકે ગાડીના કાગળિયા બાબતે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તે ક્રુઝર ગાડીનો રજીસ્ટર નંબર પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા તે ક્રુઝર ગાડી જેકોટ ગામના વ્યક્તિની માલિકીની હોવાનું જણાઈ આવેલ. જેથી પોલીસે ક્રુઝર ગાડીમા બેઠેલ ત્રણેયની પૂછપરછ કરતા ત્રણેય જણાએ અઠવાડિયા પહેલા આ ગાડી જેકોટ ગામેથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમા બીજી ચોરી કરેલ ફોરવીલ ગાડીઓ માતવા ગામના જંગલમા સંતાડી રાખેલ હોવાનું તેઓએ જણાવતા પોલીસ તેઓને માતવા ગામના જંગલમાં સાથે લઈ ગઈ હતી. જ્યાંથી પોલીસે અન્ય બે ક્રૂઝર ગાડીઓ ઝડપી પાડી તે ગાડીઓના રજીસ્ટર નંબર કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા GJ.31.A.3639 નંબરની ક્રુઝર ફોરવીલ ગાડી 11 મહિના પહેલા લીમડી નજીક આવેલ કારઠ ગામેથી ચોરી કરેલ તથા બીજી ફોરવીલ ક્રુઝર ગાડી નંબર GJ.16.BH.2149 જે ચાર મહિના પહેલા લીમખેડાના પીપળી ગામેથી એક ઘર આગળથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આમ વાહન ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુના ડિટેક્ટ થવા પામ્યા છે.

પોલીસે ગાડીમાથી પકડેલ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરચટ ગામના 28 વર્ષીય રાકેશભાઈ અમરીયાભાઈ બામણીયા, 25 વર્ષીય આલમસિંહ વેસ્તાભાઈ બામણીયા તથા 24 વર્ષીય મુકેશભાઈ વેસ્તાભાઈ બામણીયાની પૂછપરછ કરતા તેઓએ તેમના ગામના અન્ય ત્રણ સાગરીતોના નામ પણ પોલીસને આપ્યા હતા. આ કરચટ ગેંગમા છ સભ્યો હોઈ આ ગેંગના માણસો ઘર આગળ પાર્ક કરેલ ફોરવીલ ગાડીનુ લોક તોડી ગાડી ચોરી કરી લઈ જઈ તેના સ્પેરપાર્ટ બીજી ગાડીઓમા ફીટ કરી ગાડીનો નવો લુક આપી ખોટી નંબર પ્લેટ લગાડી ગાડીનું વેચાણ કરતા હોવાનુ પૂછપરછમા તેઓએ જણાવ્યુ હતુ.

 

The post દાહોદ પોલીસે ચોરીની ત્રણ ક્રૂઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત કરચટ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3/feed/ 0