દાહોદ ખાતે ૨૫ મી ફેબ્રુઆરીએ સંસ્કૃતિને તાદૂશ કરતો ઢોલ મેળો યોજાશે

સંસ્કૃતિને તાદૂશ કરતો ઢોલ મેળો

દાહોદઃ શુક્રવારઃ- દાહોદ ભીલ સમાજ સુધારણા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સંસ્કૃતિનું આગનું પ્રતિક એવો અગિયારમો ઢોલ મેળો તા. ૨૫-૨-૨૦૧૮ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી દાહોદ સીટી ગ્રાઉન્ટ ખાતે યોજાશે.

 આ ઢોલમેળાનું ઉદધાટન ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડ, દાહોદ ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયારા ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી સુધીરભાઇ લાલપુર વાળા ઉપસ્થિત રહેશે.

ગરવી ગુજરાતના ગૈારવ અને આગવી ઓળખ એવી નૃત્યશૈલી, ગરબા,રસ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નૃત્ય તરીકે પ્રસિધ્ધ છે. પરંતુ ગુજરાતની પ્રાચીન શૈલીમાં પરંપરાગત આદિવાસી નૃત્ય પ્રાદેશિક ધોરણે રહેલી વિવિધતા જીવંત રાખી વધુ લોકપ્રિય બનાવવા અવિરત પ્રયાસો થઇ રહયા છે.  લોક સાંસ્કૃતિ એ માનવ જીવનનું એક અવિભાજન અંગ છે. સમયના વહેણની સાથે પરિવર્તનશીલ માનવ સમાજની ભાતીગળ લોકસંસ્કૃતિની પરંપરાનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. તેમાંય વૈવિધ્યસભર લોકસંસ્કૃતિનું સ્થાન સૈાથી મોખરે છે. પ્રકૃતિની ગોદમાં મસ્ત બનીને વિહરતા આદિમાનવના અંતરમાં આનંદની લાગણી ઉઠતી ત્યારે હરખધેલો બનીને નાચવા કે ગાવા, મંડતો, આમ ધરતી સાથે અંતરની પ્રિય બાંધીને બેઠેલા માનવીના આનંની અભિવ્યકિત અને ઉર્મીઓના અર્વિભાવમાંથી જન્મ્યો છે.

 આપણા ભાતીગળ લોકનૃત્યો નૈસગિક વાતાવરણમાં જન્મેલા લોકનૃત્યોએ માનવીના પરમ આનંદની નીપજ હોવાથી લોક હૈયા પર અજબ ગજબનું કામણ કર્યું છે. લોકમેળો હોય કે લોક ઉત્સવ, લગ્ન જેવા મંગળ પ્રસંગની રંગે ચંગે ઉજવણી થતી હોય ત્યારે લોકહૈયા આનંદવિભોર બનીને નાચે છે. અને ગાય છે. જીવનનો થાક ખંખેરીને હળવાકુલ થાય છે. ગુજરાતની આગવી એવી આદિવાસીની નૃત્ય શૈલીએ ગુજરાતના જીલ્લાઓ દાંતાથી ડાંગ સુધીના વિસ્તારમાં, નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સની ઉજવણી, ચાંલ્લાં,વિવાહ સગાઇ પ્રસંગે આદિવાસીઓ (વનવાસીઓ) પોતાના ઉમંગ, ઉત્સાહ આનંદને પરંમપરાગત લોકવાંધોના સથવારે અને એક ચોકકસ લયમાં મેળ અને જોશ સાથે રજુ કરે તે ક્ષણોને નિહાળવી એ અદૂભૂત લ્હારો છે. વનવાસી નૃત્યને વિશ્વભરમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમી ઢોલ મેળાને દાહોદ જિલ્લા ભીલ સમાજ સુધારણા મંડળ સુયોગ્ય અને સતત  માર્ગદર્શન આપી ઉત્કૃષ્ટ દેખાવ કરવા પ્રોત્સાહિત કરે છે. આ ઢોલ મેળાની સાથે આદિવાસીઓએ કૂટેવો કુરિવાજો, અંધશ્રધ્ધાઓ, દારૂ વિગેરે છોડીને સાંપ્રત સમાજની સાથે કદમ મેળવવા માર્ગદર્શન મેળવે છે.  ઢોલ મેળાથી સંગઠન,સંસ્કૃતિની જાણકારી, શિસ્ત તેમજ મનોંરજન સાથે આનંદ વ્યકત થાય છે.  ઢોલ મેળામાં ૧ થી ૧૦માં આવનાર ઢોલ-ઢોલીઓને રોકડ ઇનામો આપવામાં આવશે. બાકીના દરેક ભાગ લેનાર ઢોલોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવશે. રસ ધરાવતા તમામે ઉત્સાહભેર ભાગ લેવા પધારવા જાહેર આમંત્રણ છે.

                                               ૦૦૦૦.

Leave a Reply