Loading Events

« All Events

  • This event has passed.

શ્રી રામયાત્રા નું આયોજન

March 25

સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા શ્રી રામયાત્રા આયોજન

દાહોદ શહેર માં શ્રી રામનવમી ના પાવન પર્વ પર ભવ્ય શ્રી રામયાત્રા નું આયોજન કરવામા આવી રહ્યું છે.જે કાર્ય માટે ૭:૩:૨૦૧૮ બુધવાર ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર ઠક્કરફળિયા માં સર્વે સમાજ તથા મંડળો ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.

 

સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા શ્રી રામયાત્રા આયોજન સમીતિ દ્વારા પાછલા વર્ષે હજારો ની સંખ્યા માં રામભક્તો સાથે શ્રી રામયાત્રા કાઢવામાં આવી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ ને દાહોદ શહેરી વિસ્તાર ના સમસ્ત સનાતન ધર્મ પ્રેમી લોકો એક સાથે જય શ્રી રામ ના નારા સાથે સડકો પર ઉતરી ૨૫:૩:૨૦૧૮ રવિવાર ના રોજ ભગવાન શ્રીરામ ના જન્મ ની ઉજવણી કરવા જોરશોર થી તૈયારીઓ ની શરૂઆત કરવામાં આવેલ છે. વિવિધ સમાજ ના આગેવાનો, સામાજિક ધાર્મિક મંડળો ના ૧૫૦ થી વધુ રામ ભક્તોએ સાથે મળીને શ્રી રામયાત્રા ધામ ધૂમ થી કાઢવા આયોજન ની રૂપરેખા તૈયાર કરી.શ્રી રામયાત્રા તા.૨૫:૩:૧૮ રવિવાર ના દિવસે રાજ રાજેશ્વર મહાદેવ મંદિર,રાજસ્થાન પંચાયત ભવન ઠક્કર ફળીયા થી બપોરે ૨:૩૦ કલાકે પ્રારંભ થઇ બસ સ્ટેન્ડ,સ્વામી વિવેકાનંદચોક,ચાર થાંબલા,સરસ્વતી સર્કલ થઈ પરત ચાર થાંબલા,સ્વામી વિવેકાનંદ ચોક થી રેલ્વે સ્ટેશન રોડ,ધવલ રેસ્ટોરેન્ટ,રેલ્વે સ્ટેશન,શ્રી રાજ રાજેશ્વરી મહાદેવ મંદિર ખાતે મહા આરતી કરી પુર્ણાહુતી કરવામાં આવશે. શ્રી રામયાત્રા મા સંત મહંત શ્રી દયારામદાસ જી મહારાજ. (દાડકી વાલે) પીપલખુંટા,(મ.પ્ર.) ની વીશેષ ઉપસ્તીથી ની સાથે સાધુ સંતો, ભગવાન ના ચરિત્ર દર્શાવતી ઝાંકીઓ,અખાડા,નાશીક ઢોલ,બેન્ડ બાજા,ડી.જે વિગેરે ભવ્ય યાત્રા માં જોડાશે વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવનાર છે ગ્રુપ દ્વારા તમામ સ્વાગતકર્તાઓ ને પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી આ તમામ બાબતો ની મિટિંગ માં ચર્ચા કરવામાં આવી શ્રી રામયાત્રા ને લઇ હાલ દાહોદ શહેર ઉપરાંત જિલ્લા માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક અંદાજ મુજબ યાત્રા મા ૨૫૦૦ થી ૩૦૦૦ રામ ભક્તો જોડાવવાની શક્યતાઓ છે.

Details

Date:
March 25
Event Categories:
,
Website:
https://digitaldahod.in/events

Organiser

Sanskar Social Group

Venue

Dahod
Dahod, Gujarat 389151 India + Google Map
Website:
https://digitaldahod.in

If you want to post any public event on this page, then send all details of the event with photos(If available). Send email on feelfree@digitaldahod.in

Leave a Reply